IPL ટાળવા અંગે સુનીલ ગાવસ્કર બોલ્યા- માત્ર પૈસાની પાછળ BCCI...

PC: thestar.com.my

BCCIએ કોરોના મહામારીને કારણે 29 માર્ચથી શરૂ થનારી IPLને 15 એપ્રિલ સુધી ટાળી દીધી છે. સાથે જ બોર્ડે ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચેની ત્રણ મેચોની વનડે સીરિઝની બાકીની બે મેચોને પણ રદ્દ કરી દીધી છે.

BCCIના આ નિર્ણયને પૂર્વ સલામી બેટ્સમેન સુનીલ ગાવસ્કરે આવકાર્યો છે. તેમણે કહ્યું કે, બોર્ડે લોકોના હિતને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, BCCI માત્ર પૈસાની પાછળ ભાગતુ નથી. નિર્ણય લેવો જરૂરી હતો. દરેકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. બોર્ડે જે નિર્ણય લીધો છે, તે માત્ર ભારતીયોના હિતમાં નથી બલ્કે તેમણે ક્રિકેટની દુનિયાથી જોડાયેલા લોકોનું પણ ધ્યાન રાખ્યું છે. IPLમાં અન્ય દેશોના ખેલાડીઓની સાથે અમ્પાયર, ટેક્નીશિયન અને કેમેરામેન પણ આવે છે.

ગાવસ્કરે કહ્યું કે, IPL દરમિયાન સ્ટેડિયમમાં 30 થી 40 હજાર લોકોની ભીડ હોય છે. તે ઉપરાંત સ્ટેડિયમની બહાર અને હોટલોની લોબીમાં પણ દર્શકોની ભીડ જોવા મળે છે. લોકોનું આ રીતે ભેગા થયું કોરોના વાયરસના સંક્રમણને વધારી શકે છે.

તેમણે કહ્યું કે, હાલમાં સૌથી અગત્યનું એ છે કે લોકોના જીવને બચાવી શકાય. સંક્રમણ નહીં ફેલાઈ તેનું ધ્યાન આપણે સૌએ રાખવું જોઈએ. તેના માટે જો અન્ય સ્પોર્ટ્સ ટર્નામેન્ટ્સને રદ્દ કરવી પડે તો તેમાં કશુ જ ખોટું નથી.

ખાલી સ્ટેડિયમમાં મેચ રમાડવા અંગે તેમણે કહ્યું કે, દર્શકો વિના મેચ રમાડવામાં જરા પણ મજા નહીં આવે. માટે આવી પરિસ્થિતમાં રમતને રદ્દ કરવી જ શ્રેષ્ઠ વિકલ્પ છે. અને બોર્ડે એ કરીને દેખાડ્યું છે. તેઓ કહે છે કે, લોકો હંમેશા એવું કહે છે કે BCCI પૈસાની પાછળ ભાગે છે. પણ જુઓ BCCIએ પૂરા ભારતનું ધ્યાન રાખ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp