અશ્વિન-રહાણે ટીમમાં હોવાથી દિલ્હી કેપિટલ્સની ટીમને આ ટેન્શન છે

PC: livehindustan.com

દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોન્ટિંગ માટે આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)મા પ્લેઇંગ ઇલેવનમાં અજિંક્ય રહાણે, રવિચંદ્રન અશ્વિન અને ઈશાંત શર્માને ફિટ કરવાનો મોટો પડકાર હશે. દિલ્હી કેપિટલ્સે જ્યારે અશ્વિનને (કિંગ્સ ઇલેવન પંજાબ) અને રહાણેને (રાજસ્થાન રોયલસ)માંથી લીધા હતા, તો પોન્ટિંગ અને JSW સંચાલનને ખબર નહોતી કે ફિરોઝશાહ કોટલા પિચના આધારે તૈયાર કરવામાં આવેલી ટીમની યોજના આ મહામારી બગાડી શકે છે.

ટીમમાં ભારતીય આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની ભરમાર છે જેમાં ત્રણ અનુભવી ક્રિકેટરો સિવાય પૃથ્વી શો, શ્રેયસ ઐયર, રિષભ પંત, શિખર ધવન સામેલ છે. ટીમમાં IPLમાં બીજા ચરણમાં સર્વાધિક વિકેટ લેનારા અમિત મિશ્રા (157) વિકેટ), અક્ષર પટેલ અને મોહિત શર્મા પણ ઉપસ્થિત છે. બધા વ્યાવહારિક કારણોને જોતા માત્ર અશ્વિન જ 20 સપ્ટેમ્બરે કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ શરૂઆતી મેચમાં અંતિમ ઇલેવનમાં રમવા માટે નિશ્વિત દેખાય છે કેમ કે ઐયર પાસે પાવરપ્લેમાં પોતાના સીનિયર ઓફ સ્પિનરને ઉપયોગ કરવાનો વિકલ્પ હશે.

સાથે જ અશ્વિન દબાવ ભરેલી પરિસ્થિતિમાં બોલરોને માર્ગદર્શન આપી શકે છે અને ઐયર જેવો યુવા કેપ્ટન, એવા ખેલાડીને પોતાની ટીમમાં ઇચ્છશે. રહાણે ભારતીય ટીમ અને IPLમાં કેપ્ટન રહ્યો છે પરંતુ 120થી ઓછી સ્ટ્રાઈક રેટવાળા ખેલાડીઓ માટે સર્વશ્રેષ્ઠ સ્થાન ટોપ ઓર્ડર જ હશે. જોકે એવી સંભાવના દેખાતી નથી કે દિલ્હી કેપિટલ્સની ટીમ ધવન અને પૃથ્વી શોની પોતાની ઓપનિંગ જોડીના સંયોજકમાં કોઈ ફેરફાર કરશે. તેનાથી પોન્ટિંગ પાસે રહાણે માટે માત્ર એક જ સ્થાન હશે અને એ છે ત્રીજા નંબરનું.

તેનાથી મધ્યક્રમના બે મહત્ત્વના ખેલાડીઓને કેપ્ટન ઐયર અને વિકેટકીપર બેટ્સમેન પંતના બેટિંગ ક્રમને એક સ્થાન નીચે ઉતારવા પડશે. વેસ્ટ ઈન્ડીઝના સીરમન હેટમાયર છઠ્ઠા નંબરના ખેલાડી નજરે પડે છે અને તે એ વિદેશી ખેલાડીઓમાંથી એક છે જે સ્પિનરોને સારી રીતે રમી જાણે છે. પરંતુ સાતમો ક્રમ જરા રસપ્રદ હશે. કેપિટલ્સના લાઇનઅપમાં બે ઓલરાઉન્ડર કિમો પોલ અને માર્ક્સ સ્ટોઇનિસ છે. આઠમા નંબરે અશ્વિન હશે, ત્યારબાદ ત્રણ અન્ય બોલરો હશે. મિશ્રાના IPLના શાનદાર પ્રદર્શનને નજરઅંદાજ કરવું મુશ્કેલ હશે અને તે સંભવતઃ 9માં નંબરનો ખેલાડી હશે.

10મા નંબરે દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર કાગિસો રબાડા નિશ્વિત દેખાય છે. જેનાથી બીજા ફાસ્ટ બોલરની દુવિધા રહેશે કેમ કે ઈશાંત ભારત માટે શાનદાર ટેસ્ટ બોલર છે. પરંતુ IPLમાં આટલું સારું કરી શક્યો નથી. ઈશાંત આ ત્રણેયમાં નબળી કડી છે. કેપિટલ્સ પાસે બિગ બેઝ લીગમાં સર્વાધિક વિકેટ લેનારા ડેનિયલ સેમ્સ અને દક્ષિણ આફ્રિકાનો યુવા એનરિચ નિર્ત્ઝે પણ છે જે 11માં નંબરના ખેલાડી હોય શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp