અમિત શાહે રેલીમાં લોકોને કહ્યું- 25-25 લોકોને કરો ફોન અને BJPને વોટ આપવાનું કહો

PC: ndtvimg.com

ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડની એક રેલીમાં લોકોને સંબોધતા અપીલ કરી હતી કે, જો ભાજપાએ ચૂંટણી જીતવી છે તો ઘરે જઈને દરેક વ્યક્તિએ 25-25 લોકોને ફોન કરવા પડશે અને જે લોકોને ફોન કરવામાં આવશે તે દરેકને અપીલ કરજો કે ભાજપા માટે વોટ કરે. ભાજપાને બહુમતથી જીતાડવા માટે પોતાના સગા-સંબંધીઓને ફોન કરીને BJPના પક્ષમાં વોટ કરવાનું કહેજો.

લોકોને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે, વોટ નાખતા સમયે યાદ રાખજો કે વોટ કોઈ ધારસભ્ય, મંત્રી કે મુખ્યમંત્રીને ચૂંટવા માટે નહિ પણ એ વિચારીને કરજો કે ઝારખંડને કયા માર્ગે લઈને જવું છે. તેમણે ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસ સરકારી પ્રશંસા કરતા કહ્યું કે, પાછલા 5 વર્ષમાં તેમના પર કોઈ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો નથી.

અમિત શાહે ઝારખંડમાં ઓચી થયેલી નક્શલી ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, રઘુવર દાસ સરકારે રાજ્યમાં નક્સલવાદને જમીનમાં 20 ફૂટ ઉંડે દફન કરી દીધું છે. રાજ્યમાં હવે નક્શલીઓનો ભય ખતમ થઈ રહ્યો છે. અમિત શાહે તેમની રેલીમાં મોદી સરકાર અને રઘુવર દાસ સરકારની ઉપલ્બધિઓ ગણાવી હતી.

અમિત શાહે કહ્યું હતું કે, પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજી એ ઝારખંડને બનાવ્યું હતું તથા નરેન્દ્ર મોદી અને રઘુવર દાસ સરકારે ઝારખંડને આગળ વધારવાનું કામ કર્યું છે. સાથે જ તેમણે કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોર્ચાના ગઠબંધન પર પણ શાબ્દિક પ્રહાર કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, જ્યારે ઝારખંડના યુવાઓ અલગ ઝારખંડ રાજ્ય માટે લડી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ પાર્ટી ક્યાં હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp