26th January selfie contest

ઝારખંડ ચૂંટણીઃ મતદાન મથકે રિવોલ્વર લઈને પહોંચ્યા કોંગ્રેસના ઉમેદવાર, જુઓ વીડિયો

PC: ndtv.com

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનું એક દિવસીય મતદાન પૂર્ણ થવાના આરે છે ત્યારે જુદા જુદા વિસ્તારના કુલ 4892 મતદાન કેન્દ્ર પરથી મતદાન થયું હતું. આ મતદાનના દિવસે પલામુ જિલ્લાના કોસિયારા ગામમાં એક મતદાન કેન્દ્ર પર હથિયાર લઈને પહોંચેલા કોંગ્રેસ ઉમેદવારનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં કોંગ્રેસ ઉમેદવાર રિવોલ્વર દેખાડી રહ્યા છે. ANIના રિપોર્ટ અનુસાર કોંગ્રેસ ઉમેદવાર કેએન ત્રિપાઠી અને ભાજપના ઉમેદવાર આલોક ચૌરસિયાના સમર્થકો વચ્ચે બધડાટી બોલી ગઈ હતી. ભાજપના સમર્થકોએ ત્રિપાઠીને મતદાન મથક સુધી જતા અટકાવ્યા હતા. જેના કારણે સમગ્ર મામલો ગરમાયો હતો. એ સમયે ત્રિપાઠીએ પોતાની પાસે રહેલી રિવોલ્વર કાઢી હતી.

આ વીડિયો સામે આવ્યો હતો. જેમાં આસપાસ બૂમ-બરાડા સંભળાઈ રહ્યા છે. સુરક્ષાકર્મીઓ ત્રિપાઠીને મતદાન કેન્દ્રથી દૂર લઈ ગયા હતા. પ્રથમ ચરણના મતદાનમાં કુલ 13 બેઠક માટે મતદાન કરવામાં આવ્યું હતું. કુલ 3783055 મતદાતાઓએ 189 ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો નિર્ણય કર્યો હતો. 174 ઉમેદવાર પુરુષો છે જ્યારે 15 મહિલા ઉમેદવાર ચૂંટણીના રણમેદાને છે. સૌથી ઓછી સીટ ચતરામાં છે જ્યારે સૌથી વધુ બેઠક ભવનાથપુરમાં 28 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. મતદાનના દિવસે સવારે આશરે સાડા આઠ વાગ્યે નક્સલી હુમલો થયો હતો. બિશુનપુરના ઘાઘરા ગામ પાસે આવેલા એક જંગલમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.

 

જોકે, આ હુમલામાં કોઈ જાનહાનિ થવાનો રિપોર્ટ સામે આવ્યો નથી. પોલીસ ટુકડીએ જુદા જુદા સ્થાને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે અને સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. નોડલ અધિકારી મુરારીલાલ મીણાએ જણાવ્યું હતું કે, મતદાન માહોલમાં એક ભયનું વાતાવરણ ઊભું કરવા માટે આ હુમલો કરવામાં આવ્ય હતો. જોકે, એનાથી કંઈ નુકસાન થયું નથી. પ્રથમ ચરણના મતદાન માટે કુલ 121 મુખ્ય મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા હતા. જે તમામ મહિલા સંચાલિત છે. આ ઉપરાંત 400થી વધારે આદર્શ મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા હતા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp