કેવી રીતે થઈ કબડ્ડીની શરૂઆત અને કેવી રીતે થઈ પોપ્યુલર

PC: bollywoodmantra.com

કબડ્ડીના ઘણાં નામ છે, તેને 'હુ તુ તુ', 'હા ડૂ ડૂ' તથા 'ચેડુ ગુડુ' નામથી ઓળખવામાં આવે છે. આ રમત 3000-4000 વર્ષ જૂની છે, ભારતમાં તેને મહાભારત સાથે જોડવામાં આવે છે. ઉદાહરણ આપવામાં આવે છે કે અર્જુનના પુત્ર અભિમન્યુએ કૌરવોએ રચેલા ચક્રવ્યૂહને તોડ્યો હતો. એમ તો આ રમત ભારતીય ગણવામાં આવે છે પરંતુ ઈરાન સાથે આ રમતની જન્મ માટેની બાબતમાં હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે.

પ્રથમ કબડ્ડી વર્લ્ડ કપ વર્ષ 2004માં રમાડવામાં આવ્યો હતો, ત્યારબાદ 2007માં બીજો અને 2016માં ત્રીજા વર્લ્ડ કપનું આયોજન થયું હતું. ત્યારબાદ 2014માં આ રમતને નવી ઊંચાઈઓ મળી. પ્રો કબડ્ડી લીગને કારણે માત્ર સ્થાનિક દર્શકો જ નહીં પરંતુ વિદેશના લોકોએ પણ આ રમતની સરાહના કરી.

આંતરરાષ્ટ્રીય સ્તર પર કબડ્ડી હજુ પણ આગળ વધી રહી છે અને ભારત આ રમતમાં ટોપ પર છે. મહિલા અને પુરુષ બંનેએ કબડ્ડીમાં આયોજિત તમામ વર્લ્ડ કપ જીત્યા છે. આ ઉપરાંત એશિયન ગેમ્સમાંથી પણ ઘણાં મેડલ તેમને મળ્યા છે. ભારતના પડોશી દેશ ઈરાન અને બાંગ્લાદેશ ભારતને આ રમતમાં ટક્કર આપવા ભરપૂર તૈયારીઓ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp