આ નેતા બનશે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી
બુધવારના રોજ JD(S)ના નેતા એચડી કુમારસ્વામી મુખ્યમંત્રી પદ પર શપથ લેશે. છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે, નાયબ મુખ્યમંત્રી કોણ બનશે. આ દરમિયાન ઘણા નામો પણ સામે આવ્યા હતા, પરંતુ ફાઇનલી આ અંગે નિર્ણય થઈ ગયો હતો. કોંગ્રેસના જી.પરમેશ્વર કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. આ પહેલા શિવકુમારનું નામ પણ નાયબ મુખ્યમંત્રી બનવામાં સામે આવ્યું હતું. કેઆર રમેશ કુમારને વિધાનસભાના સ્પીકર બનાવવામાં આવ્યા છે.
Congress-JDS leaders met and discussed about the cabinet formation, out of 34 ministries, 22 ministries will go with Congress Party and 12 ministries, including CM will be with be with JDS. Portfolio allocation to be decided after floor test: KC Venugopal, Congress #Karnataka pic.twitter.com/SEY9wej2n0
— ANI (@ANI) May 22, 2018
મુસ્લિમ સમાજના ડેપ્યૂટી CM બનાવવાની થઈ હતી માગણી...
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી પણ રોજ કંઈક ને કંઈક નવું જાણવા મળી રહ્યું છે. ગઈકાલે મુખ્યમંત્રી બનનાર કુમારસ્વામીએ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે દિલ્હીમાં મુલાકાત કરીને કેવી રીતે કેબિનેટમાં મંત્રીઓની ફાળવણી કરવાની તે અંગે ચર્ચા કરી હતી. પરંતુ તેમાં પણ કોંગ્રેસે બે ઉપમુખ્યમંત્રી રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને JD(S) સ્વીકારવા માટે તૈયાર નથી અને તેને લઈને પણ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.
A group of Muslim organisations brief media, demand that either 7-time Congress MLA Roshan Baig or some other leader from muslim community be made the Deputy CM in the new government in Karnataka. #Karnataka pic.twitter.com/cO39oNqLhZ
— ANI (@ANI) May 22, 2018
હાલમાં જ જાણવા મળ્યું છે કે બુધવારે સાંજે કુમારસ્વામી શપથ ગ્રહણ કરશે અને તેમની સાથે અમુક મંત્રીઓ પણ શપથ લેશે. તેમાં JD(S) અને કોંગ્રેસના ધારાસભ્યો સામેલ હશે. આ બધાની વચ્ચે એક નવો ટ્વીટ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા મુસ્લિમોના એક સમૂહે કોઈ મુસલમાન નેતાને કર્ણાટકમાં ડેપ્યૂચી સીએમ બનાવવાની માગણી કરી છે. સંગઠને 7 વખત કોંગ્રેસના ધારાસભ્ય રહેલા રોશન બેગ અથવા અન્ય કોઈ મુસલમાન નેતાને રાજ્યના ડેપ્યૂટી સીએમ બનાવવાની માગણી કરી છે.
What is wrong in it? Why not? If people from other communities can make demands then why can't people from my community? But, in the end high command will decide: R.Roshan Baig, Congress MLA on Muslim organisations demanding that he be made Deputy CM #Karnataka pic.twitter.com/byLjnfylJV
— ANI (@ANI) May 22, 2018
કોંગ્રેસ ડેપ્યૂટી સીએમ તરીકે હાલમાં કોગ્રેસના કર્ણાટકના અધ્યક્ષ જી પરમેશ્વરનું નામ ચર્ચામાં છે. જી પરમેશ્વર દલિત સમાજમાંથી આવે છે, તેની સાથે લિંગાયતમાંથી પણ ડેપ્યૂટી સીએમ બનાવવાની વાતો ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp