કર્ણાટકની રાજનીતિમાં નવો વળાંક, મુસ્લિમ સમાજના ડેપ્યૂટી CM બનાવવાની માગણી

PC: i.ytimg.com

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી પણ રોજ કંઈકને કંઈક નવું જાણવા મળી રહ્યું છે. ગઈકાલે મુખ્યમંત્રી બનનાર કુમારસ્વામીએ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે દિલ્હીમાં મુલાકાત કરીને કેવી રીતે કેબિનેટમાં મંત્રીઓની ફાળવણી કરવાની તે અંગે ચર્ચા કરી હતી. પરંતુ તેમાં પણ કોંગ્રેસે બે ઉપમુખ્યમંત્રી રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને JD(S) સ્વીકારવા માટે તૈયાર નથી અને તેને લઈને પણ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.

હાલમાં જ જાણવા મળ્યું છે કે બુધવારે સાંજે કુમારસ્વામી શપથ ગ્રહણ કરશે અને તેમની સાથે અમુક મંત્રીઓ પણ શપથ લેશે. તેમાં JD(S) અને કોંગ્રેસના ધારાસભ્યો સામેલ હશે. આ બધાની વચ્ચે એક નવો ટ્વીટ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા મુસ્લિમોના એક સમૂહે કોઈ મુસલમાન નેતાને કર્ણાટકમાં ડેપ્યૂચી સીએમ બનાવવાની માગણી કરી છે. સંગઠને 7 વખત કોંગ્રેસના ધારાસભ્ય રહેલા રોશન બેગ અથવા અન્ય કોઈ મુસલમાન નેતાને રાજ્યના ડેપ્યૂટી સીએમ બનાવવાની માગણી કરી છે.

કોંગ્રેસ ડેપ્યૂટી સીએમ તરીકે હાલમાં કોગ્રેસના કર્ણાટકના અધ્યક્ષ જી પરમેશ્વરનું નામ ચર્ચામાં છે. જી પરમેશ્વર દલિત સમાજમાંથી આવે છે, તેની સાથે લિંગાયતમાંથી પણ ડેપ્યૂટી સીએમ બનાવવાની વાતો ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp