90'S કીડ્સ માટેના યાદગાર કાર્ટૂન્સ, જેને જોઈને આજે પણ બાળપણની યાદ આવી જાય

PC: cartoonson.com
આજે આપણ જ્યારે હાલની જનરેશનના બાળકોને જોઈએ છે ત્યારે તેમને જોઈને થાય છે કે આપણું બાળપણ કેટલું સારું વીત્યું હતું. કાર્ટુનથી લઈને સૌ બદલાઈ ગયેલું જોવા મળે છે. આજના કાર્ટુનને ખરાબ તો નકહીં શકાય પરંતુ 90'Sના સમયને કાર્ટુન શોનો ગોલ્ડન એજ કહી શકાય. તો ચાલો આજે જોઈ એવાજ કાર્ટુનની વાતો કરી પહોંચી જઈએ આપણા બાળપણમાં.

Jungle Book
90'S કીડ્સ માટે આ કાર્ટુન દિલની ઘણી નજીક હશે. દર રવિવારે દરેક બાળકો મોગલીના જંગલમાં કરેલા એડવેન્ચર માટે આતુરતાભરી રાહ જોતા હતા અને આ કાર્ટુન આવતાની સાથે જ સૌ ગાવાનું શરૂ કરી દેતા.. જંગલ જંગલ પતા ચલા હૈ...
 
 
Aladdin
અલ્લાદ્દીન અને જીનીની વાતો આપણે બેડસ્ટોરી ટાઈમમાં પણ ઘણી વખત સાંભળી હશે. પરંતુ 90ના દશકમાં આવતા આ કાર્ટુનની પણ આપણે સૌ આતુરતાથી રાહ જોતા હતા. અલ્લાદ્દીનના જેસ્મીનને મેળવવાના પ્રયત્નોની સાથે થતી કોમેડી જોવાની પણ મજા આવતી હતી. અલ્લાદ્દીનનું તોફાની વાંદરુ અબુ, તેનો પોપટ લાગો અને તેનો સેવક જીની આપણને એક કલાક સુધી ઊભા થવા ન દેતા હતા.
 

Scooby-Doo
નવી નવી શરૂ થયેલી કાર્ટુન નેટવર્ક ચેનલનો પ્રથમ શો એટલ સ્કુબી-બી ડુ. અલગ અલગ રહસ્યોનો ઉકેલ મેળવવા માટેના તેમના પ્રયત્નો અને કેટલાંક માસ્ટરમાઈન્ડ ક્રિમીનલના પ્રયાસોને નિષ્ફળ કરવાની ટ્રાય આપણને હસાવી હસાવીને લોટપોટ કરાવી દેતા હતા.
 
Tom and Jerry
હાલના સમયમાં પણ જો કોઈક વખત ટોમ એન્ડ જેરી કાર્ટુન આવતું જોવા મળે તો બધુ કામ છોડીને સૌ કોઈ જોવા બેસી જાય તેવું આ કાર્ટુન હાલના સમયમાં પણ લોકોનું ફેવરીટ કાર્ટુન છે. ટોમના ઉંદર જેરીને પકડવા માટેના તમામ પ્રયત્નો અને જેરી ગમે તેમ કરીને તેની પકડમાંથી છૂટી જાય તેવું કાર્ટુન આપણા સમયની બેસ્ટ મેમરીઝમાંનું એક છે.
 
 
The Yogi Bear Show
ખબર નહીં પરંતુ કેમ બિયર દરેક કાર્ટુનની જાન હોય છે અને યોગી બિયર તેમાં ટોપ પર પહેલા ક્રમ પર આવે છે. જેલીસ્ટોન પાર્કમાં કાયમ ભૂખ્યુ હોય તેવું યોગી બિયર પીકનીક બાસ્કેટની ચોરી લે છે. જેમાં તેની મદદ તેનું સાઈડકીક બો-બો બીયર કરે છે.
 
 
The Flintstones
જેટસન આપણને ભવિષ્ય બતાવતો હોય ત્યારે ફ્લીન્ટસ્ટોન્સ પ્રાગૈતિહાસિક લાઈફની વાત છે. ફુટ પાવર્ડ કારથી લઈને કેમેરાથી ઓપરેટ થતા ડાયનોસર, ટીવીના રિમોટ અને ડીશવોસરની વાત આવતી હતી. આ શો આપણી ઈમેજીનેશનને એક લેવલ આપ્યું હતું. યબ્બા ડાબા ડો..
 
Looney Tunes 
લોની ટયુન્સ કાર્ટુન દરેક માટે હતું. તેમાં ઘણા બધા કેરેક્ટર્સ હતા. બગ્સ બની, ડફી ડક, સીલ્વેસ્ટર, ટ્વિટી, ગ્રેની, માર્વીન ધ માર્ટીન અને બીજા ઘણા. દરેક જણ પોતાની ખાસિયત માટે જાણીતા હતા.
 
Duck Tales
મેકડકની જેમ આપણે પણ સોનાન સિક્કાઓથી ભરેલા રૂમમાં સ્વિમીંગ કરવાનું સપંનું જોયું જ હશે. ભલે એ દરેક આપણા કરતા કોશો દૂર હતા પરંતુ આ કાર્ટુન જોવાની મજા કંઈક અલગ હતી. અંકલ સ્ક્રુગને લૂટંવાની કોશિશ કરતા બેગલ બોય્ઝના પ્રયત્નો જોવાની મજા અલગ જ હતી.
 
SWAT Kats: The Radical Squadron
એકદમ સિમ્પલ, પરંતુ આ કાર્ટુનમાં બધું જ હતું. કાર્ટુનને બનાવતી વખતે તેને બનાવનારે બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખી હતી. એકદમ અલગ હથિયારો, ફાસ્ટ બાઈક્સ, સુપર કાર્સ અને ટર્બોકોટ અને એડવાન્સ પ્લેન બધું જ આ કાર્ટુનમાં આવી જતું હતું. તે સિવાય બે બિલાડીઓ ટી-બોન અને રેઝર 90'Sના સૌથી મોટૈ વિલન હતા.
 
The Mask
જ્યારે પણ સ્ટેનલી તેના માસ્કને પહેરવાની સાથે જ તેનો ફેસ ગ્રીન કલરમાં ફરેવાઈ જાય છે, યલો સુટ પહેરેલો આ વ્યક્તિ લોકોને ક્રેઝી અને સુપરપારવર્સ સાથે જોવા મળે છે. આ શો આપણે જીમ કેરીની ફિલ્મ બની તે પહેલા જોયો હતો. અને તેની કોમેડીથી દરેકના ફેસ પર સ્માઈલ આવી જતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp