બાળકોને ઓન લાઈન કે ઓફ લાઈન ફ્રેન્ડશીપથી કોઈ ફરક પડે છે?

PC: fhssbyu.com

મોટાભાગનાં માતા-પિતાને બાળકો ઈન્ટરનેટ બિઝી થઈ જતા હોવાનાં કારણે ટેન્શન થઈ જાય છે. પરંતુ આવા લોકો માટે એક સારા સમાચાર છે કે બાળકો દ્વારા ઓન લાઈન ફ્રેન્ડશીપ પણ રૂબરૂની મિત્રતા જેટલી સારી હોય છે.

યુનિવર્સિટી ઓફ કેલિફોરનિયા દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં આ વાત સામે આવી છે કે મોટાભાગના માતા-પિતાને પોતાના બાળકો ટેક્સટીંગ, સેલ્ફી અને અન્ય ઓન લાઈન જેવી પ્રવૃત્તિમાં રચ્યા-પચ્યા રહેતા હોવાથી ચિંતા થાય છે. પરંતુ આ મામલો એટલો બધો ગંભીર નથી. ડિજિટલી રૂપથી ફ્રેન્ડનું સાથે રહેવું એટલું જ પ્રભાવી છે કે જેટલું બે મિત્રો રૂબરૂમાં સાથે હળેમળે છે.

રિસર્ચર સ્ફીન રીચ કહે છે કે કેટલાક લોકોને ચિંતા હોય છે કે આજકાલ સાયબર સ્પેસમાં થનારી મિત્રતા ફેસ ટુ ફેસ થતી મિત્રતા કરતાં સારી નથી. હકીકતમાં ટેક્નોલોજી દ્વારા બે મિત્રો વચ્ચે થતી વાતચીત પણ ફેસ ટુ ફેસ થતી વાચતીત જેટલી જ સારી હોય છે અને બન્ને વચ્ચેની લાગણીને વધારે મજબૂત કરે છે.

રિસર્ચરોએ ફ્રેન્ડશીપનાં 6 ગુણ બતાવ્યા છે...

  • પોતાના વિશેની જાણકારી આપવી
  • વિશ્વાસનું પ્રમાણ આપવું
  • સાથે રહેવાની ખાતરી
  • સહયોગ આપવાની તૈયારી
  • કેટલીક વાતોમાં સહમતી
  • કેટલીક વાતોમાં અસહમતિ અને અસહમતિનો ઉકેલ

આમાંથી દરેક ગુણને લઈ ડિજિટલી અને રૂબરૂમાં થયેલી વાતચીત વચ્ચેનાં ભેદને પારખવામાં આવ્યો. રિસર્ચ ટીમનાં કહેવા પ્રમાણે કેટલાક પાસાઓ પર સાયબર વાતચીતનાં ફાયદા છે તો કેટલાક પાસાઓમાં ગેરફાયદા પણ છે. ફાયદો એ છે કે મિત્રો હમેશ એકબીજાના કોન્ટેક્ટમાં રહે છે. આનાથી બન્ને વચ્ચેની મિત્રતા વધુ ગાઢ બને છે. કોઈ પણ ત્રીજા વ્યક્તિની દખલ વગર બન્ને કોઈ પણ વાતચીત કરી શકે છે. આમાં રિપ્લાય આપવામાં અને આગળ વધવા માટે વિચારવાનો સમય પણ મળી રહે છે. આમાં ગેરફાયદા એ છે કે ગોસિપ અને અફવા ઝડપથી ફેલાઈ જાય છે. આના કારણે મિત્રતા પર અસર પડે છે.

જોકે, બાળકો ઓન લાઈન પણ એવા લોકોની સાથે રહેવાનું પસંદ કરે છે જેઓ તેમને ટાઈમ આપી શકે અને જેમને તેઓ ઓફ લાઈન પણ પસંદ કરતા હોય છે. આવા કારણોસર જ કહેવું પડે છે કે ગાઢ મિત્રોને ઓફ લાઈન કે ઓન લાઈનથી કોઈ ફરક પડતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp