આ ટિપ્સથી તમે તમારા બાળકોમાંથી સંકોચ દૂર કરી શકશો

PC: huffpost.com

ઘણા બાળકો લોકો સાથે આસાનીથી હળમળી શકતા નથી. નાન બાળકોને ઘણા વખત ડર લાગતો હોય છે. આજના સમયમાં બાળકોમાંથી લોકોને હળવા-મળવાનો ડર કાઢવો જરૂરી છે. નહીં તો તેઓ આગળ નહીં વધી શકે. તો ચાલો તમારા બાળકોમાંથી અમૂક વસ્તુને લઈને રહેલી શરમ દૂર કરવાની કેટલીક ટિપ્સ.

  • તમારા બાળકોની સાથે મળીને વાત કરો અને તેમના ડરનું અથવા શરમ આવવાનું કારણ પૂછો. જેટલા તમે બાળકો સાથે ફ્રીલી વાત કરશો તેટલું બાળકો તમારી સાથે શેર કરશે. આવું કરવાથી બાળકોને ખબર પડશે કે બધી વસ્તુમાં શરમ રાખવી સારું નથી.
  • તમારા બાળક માટે એક્ઝામ્પલ સેટ કરો. બાળકો માતાપિતા અને અન્યના વર્તનને ઘણું ઓબઝર્બ કરતા હોય છે. માતાપિતા તેમના બાળકોને બહાર જઈ બધા સાથે હળમળે તેવું ઈચ્છતા હોય તેમણે પોતે પણ બહાર જવાનું રાખવું જોઈએ જેથી તેમને જોઈ બાળક પણ તેવું વર્તન કરે.
  • તમારા બાળકોના સારા કામ માટે તેમની સરાહના કરો. જેમ કે, તે બહાર જઈને લોકો સાથે સારી રીતે મળે તો તેમના વખાણ કરો. આવું કરવાથી બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે.
  • બાળકોને તેમની સોશિયલ સ્કીલને ડેવલોપ કરવામાં મદદ કરો અને તે માટે જરૂરી સિચ્યુએશન ઊભી કરો. દાખલા તરીકે, તમારા બાળકોને તેમના મિત્રોને પોતાના ઘરે આમંત્રણ આપવાનું કહો અથવા તેમને મિત્રોના ઘરે મોકલો.
  • તમારા બાળકોને કોઈ વસ્તુ પસંદ ના હોય તો તે કરવા માટે જબરજસ્તી કરવી જોઈએ નહીં. બાળક પોતે સુરક્ષિત છે તેવું મહેસુસ કરાવો અન તેમને એવું મટીરીયલ પૂરુ પાડો જેથી સોશિયલ સિચ્યુએશનમાં પ્રેકટીસ કરવાની મદદ મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp