ઓછી ઉંઘ લેતા બાળકો વધુ વજનના શિકાર થઇ શકે છે

PC: angrytrainerfitness.com

સમગ્ર દિવસ અથવાતો રાત્રીના સમયમાં ઓછી ઉંઘ ખેંચી શકતા બાળકો સરવાળે પોતાના વજનમાં વધારો કરતા હોવાનું ડેન્માર્કમાં થયેલા એક સર્વેમાં તારણ કાઢવામાં આવ્યું છે. આ સર્વેમાં 2 થી 6 વર્ષના 368 સામાન્ય વજન ધરાવતા બાળકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ બાળકો એવા હતા જે જન્મ્યા ત્યારે વધુ વજન ધરાવતા હતા, જેમના માતાપિતા વધારે વજન ધરાવતા હતા અથવાતો આ બાળકોના માતાપિતા ઓછા આવક વર્ગમાંથી આવતા હતા.

સાત દિવસ સુધી માતાપિતાઓએ તમામ બાળકોની સ્લીપ ડાયરીમાં તેઓ કેટલી ઉંઘ ખેંચે છે અને દિવસ દરમ્યાન ઝોલું લે છે કે કેમ તેની નોંધ કરી હતી. આ ઉપરાંત તેમને સુવામાં, ઉઠવામાં કે પછી ઉંઘની કોઈ અન્ય તકલીફથી પીડાય છે કે કેમ તે પણ નોંધ્યું હતું. આ ઉપરાંત બાળકોની ખાવાપીવાની આદતોની નોંધ પણ કરવામાં આવી હતી.

આવનારા સવા વર્ષમાં જે બાળકોએ રાત્રીના સમયમાં સામાન્ય કરતા ઓછા સમયની ઉંઘમાં ગાળ્યો હતો તેઓનું વજન વધવાની શક્યતાઓ વધી ગઈ હતી. અહીં એ બાબત ખાસ નોંધવામાં આવી હતી કે આ તમામ બાળકોએ વધારે માત્રામાં ગળ્યા પદાર્થો પણ ખાધા હતા.

સર્વેક્ષણ કરનાર યુનિવર્સીટી ઓફ સિડનીના એના રેન્ગનનું માનવું છે કે જે બાળકોની ઉંઘ ઓછી અથવાતો અનિયમિત હોય છે તેઓ ગળ્યા પદાર્થો વધુ ખાવા તરફ પ્રેરાય છે જ્યારે ફ્રૂટ્સ કે શાકભાજી ખાવા પ્રત્યે અણગમો ધરાવે છે. જે બાળકો નિયમબદ્ધ ઉંઘ ખેંચી શકતા હતા તેમનું પાચનતંત્ર એકદમ સામાન્ય જરૂરિયાત અનુસાર કાર્ય કરી રહ્યું હતું.

સંશોધકોએ એવી સલાહ આપી છે કે 2 વર્ષના બાળકોને દિવસમાં 11 થી 14 કલાકની ઉંઘ મળવી જોઈએ. જ્યારે 3 થી 5 વર્ષ માટે 10-13 કલાક અને 6 વર્ષના બાળકોને 9-12 કલાકની ઉંઘની જરૂરિયાત રહેતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp