શું ખરેખર વીડિયો ગેમ રમવાથી બાળકોને થાય છે ફાયદો?

PC: thesun.co.uk

અત્યાર સુધી થયેલી રીસર્ચ પ્રમાણે, વીડિયો ગેમ અને ટીવી બાળકોના સ્વાસ્થ્ય અને આંખ માટે નુકસાનકારક છે. પરંતુ હવે તેના વિરુદ્ધમાં એક નવા કરવામાં આવેલા રીસર્ચ પ્રમાણે, વીડિયો ગેમ્સથી બાળકોમાં સ્કીલ ડેવલોપમેન્ટનો ફાયદો થાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લેગોસ ગેમ્સની સાથે કેટલીક વીડિયો ગેમ્સ રમવાથી બાળકોમાં વિજ્ઞાન અને એન્જીનિયરીંગ જેવામાં સ્કીલ વધારવામાં મદદ મળી રહે છે.

શોધકર્તાઓનું કહેવું છે કે હાલમાં આ સ્પેશિયલ સ્કીલનો જેન્ડરના હિસાબે ફર્ક પડે છે. ખાસ કરીને લેગોસ ગેમ્સ જેવા પઝલ ગેમ અને બ્લિડીંગ બ્લોકીંગ ગેમ્સથી. હાલમાં જે બાળકો આવી ગેમ્સ ઓછી રમે છે તેમની સ્કીલ તેટલી જ ઓછી ડેવલોપ થાય છે.

યુએસના કો-ઓપરેટીવ ઈનસ્ટીટ્યૂટ ફોર રીસર્ચ ઈન એન્વાયરમેન્ટલ સાયન્સના એની ગોલ્ડનું કહેવું છે કે જો આપણે બાળકોની શાળા શરૂ કરવા પહેલા જ તેમની સ્પેશિયલ સ્કીલ વધારતા રમકડાં આપીએ તો તેમને વિત્રાન, ટેક્નોલોજી, એન્જીનિયરીંગ અને ગણિત જેવા વિષયોમાં સ્કીલ ડેવલોપ કરવામાં મદદરૂપ થાય છે.

ગોલ્ડે એ પણ કહ્યું હતું કે બધા બાળકો પોતાની શાળાની શિક્ષા પૂરી કરી ચુક્યા છે. જો સ્પેશિયલ સ્કીલ્સ શાળામાં બતાવવામાં આવી હોતે તો અણને પણ વધારે અંતર જોવા મળતે નહીં. બાળપણમાં અથવા શાળાની બહાર ઘણી એવી વસ્તુઓ હોય છે જેનાથી બાળકોને સ્પેશિયલ સ્કીલ મળે છે.

મિનેસોટાના કોલોરાડો બોલ્ડર અને કાર્લેટન કોલેજના સંશોધકોએ 345 યુનિવર્સીટીના અંડરગ્રેજ્યુએટસની લેખિતમાં પરીક્ષા લીધી હતી. શોધકર્તાઓએ ઘણી વસ્તુઓને ધ્યાનમાં રાખીને સ્કોર આપ્યા હતા. બાળકોની સ્પેશિયલ સ્કીલમાં ઘણું વધારે અંતર જોવા મળ્યું હતું. સ્પેશિયલ નોલેજ ટેસ્ટમાં વિદ્યાર્થીઓએ 6 થી 75 ટકાની વચ્ચે સ્કોર કર્યા હતા. સ્પેશિયલ સ્કીલ્સ સ્કોર એ વિદ્યાર્થીઓ વચ્ચે વધારે હતો જે રમકડાં સાથે અને કેટલાંક વીડિયો ગેમ સાથે જોડાયેલા હતા.

કુલ મળીને છોકરાઓએ પરીક્ષામાં છોકરીઓના મુકાબલે વધારે સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ જે છોકરા અને છોકરીઓ બંને રમકડાં અને વીડિયો ગેમ્સ રમતા હતા તેમણે એંકદરે સરખુ જ પ્રદર્શન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp