કાર્ટૂન ચેનલો પર નહીં આવે જંક ફૂડની જાહેરાત

PC: thedailybeast.com

બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે કાર્ટૂન ચેનલો પર જંક ફૂડની જાહેરાતો જોવા નહીં મળે. સુચના અને પ્રસારણ રાજ્યમંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોરે લોકસભામાં જણાવ્યું હતું કે, ફૂડ એન્ડ બેવરેઝ અલાયન્સ ઓફ ઈન્ડિયા(FBIA)એ બાળકોને ધ્યાનમાં રાખીને અમુક ફૂડ અને ડ્રિંક્સની જાહેરાતો સ્વેચ્છાએ નહીં ચલાવવાનો નિર્ણય કર્યો છે. કહેવાય છે કે, 9 જાણીતી ફૂડ કંપનીઓએ બાળકોની ચેનલો પર આ પ્રકારની જાહેરાત નહીં આપવાનું વચન આપ્યું હતું. પરંતુ સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, સરકારે ટીવી પર જંક ફૂડની જાહેરાત પર પ્રતિબંધ મૂકવાનો કોઈ પ્રસ્તાવ નથી મૂક્યો, કંપનીઓએ સ્વેચ્છાએ આ નિર્ણય લીધો છે કે તેઓ કાર્ટૂનની ચેનલો પર જંક ફૂડની જાહેરાતો નહીં પ્રસારિત કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp