વેલેન્ટાઈન આવું પણ: ગાંધીનગરમાં વિદ્યાર્થીએ સ્કૂલ ટીચરને વિશ કર્યા બાદ શું થયું?

PC: cinejosh.com

તમે મને બહુ ગમો છો, વીલ યુ બી માય વેલેન્ટાઇન.. આ શબ્દો ગાંધીનગરમાં ધોરણ-7માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના છે. તેણે આવું તેના ટીચરને કહ્યું હતું. કહેતા તો કહી દીધું પરંતુ એ ટીચરે બાળકના વાલીને ફરિયાદ કરી દીધી હતી.

હાલના માહોલમાં આવા કિસ્સા બને તે સ્વાભાવિક છે, કારણ કે આપણી ચોતરફ સોશ્યલ મિડીયા ઘુમી રહ્યું છે.વેલેન્ટાઇન ડે અને આ સંદર્ભમાં ઉજવાતું સપ્તાહ બાળકોમાં સૌથી વધુ કુતુહલ જગાવે છે. આવી જ કુતુહલવશ એક ઘટના ગાંધીનગરના ભદ્ર સમાજમાં સામે આવી છે. કોઇનો આઇ લવ યુ કહેવામાં આપણે ભારતીયો સંકોચ અનુભવતા હોઇએ છીએ, જો કે વિદેશમાં આ બહુ કોમન બાબત છે.

વેલેન્ટાઇન વિકમાં પ્રપોઝ ડે ના દિવસે આ વિદ્યાર્થીએ તેના મનગમતા ટીચરને કહ્યું હતું કે તમે મને બહુ ગમો છો... તેણે આમ કહીને લાલ ગુલાબ પણ આપ્યું હતું. આ કિસ્સો ગાંધીનગરના ઇગ્લિંશ મિડીયમની સ્કૂલમાં સામે આવ્યો હતો.

આ વિદ્યાર્થી સ્કૂલ છૂટ્યા પછી ટીચરને પાર્કિંગમાં મળ્યો હતો. તેણે ટીચર પાસે લિફ્ટ માગતાં ટીચરે વાહન ઉભું રાખ્યું હતું. ટીચર ઉભા રહ્યાં ત્યારે જ વિદ્યાર્થીએ ખિસ્સામાંથી ગુલાબનું ફુલ કાઢીને શિક્ષીકા સામે ઘર્યું હતું અને વીલ યુ બી માય વેલેન્ટાઇન એવું કહ્યું હતું. આ જોઇને શિક્ષિકા પાર્કિગમાંથી વાહન હંકારીને જતા રહ્યા હતા.

બીજા દિવસે આ ટીચરે સ્ટુડન્ટના ક્લાસટીચરને વાત કરી આ બન્ને ટીચર એ વિદ્યાર્થીના ઘરે ગયા હતા અને તેના વાલીને વાત કરી હતી. વાલીએ પણ તેના બાળકને સમજાવ્યો હતો અને હાલ તેનું કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે. ઉંમર થયા પહેલા યુવાન થતાં બાળકોમાં આવો ક્રેઝ જોવા મળતો હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp