સુરતની ગૂગલ ગર્લને મળો, 12 કલાકમાં લખ્યા 3 હજાર શબ્દ

PC: khabarchhe.com

ડિસેબલ વેલ્ફર ટ્રસ્ટ ઓફ ઈન્ડીયા અને પ્રાઈવેટ કોચીંગ કલાસીસ દ્વારા યોજાયેલી પ્રોનાઉન્સેશન મેરેથોનમાં 12 વર્ષની બાળાએ 12 કલાકમાં અંગ્રેજીનાં ત્રણ હજાર શબ્દોનું ફોનેમિક ટ્રાન્સક્રિપ્શન લખીને બધાને ચોંકાવી દીધા હતા.

મૂળ રાજસ્થાન અને ઉધના હરીનગરમાં રહેતી સ્મૃધિ બાહેતી આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. તે ઈંગ્લીશ ફોર યંગ લર્નઝનાં બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. તેણે અંગ્રેજીમાં ત્રણ હજાર શબ્દોને યાદ કર્યા છે. રવિવારે સુરતનાં ઉમરા વિસ્તારમાં ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત સ્કુલમાં પ્રોનાઉન્સેશન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સવારે આઠ વાગ્યે ધારાસભ્ય સુરતની ચોર્યાસી વિધાનસભાનાં ધારાસભ્ય ઝંખના પટેલે મેરેથોનની શરૂઆત કરાવી હતી. ત્યાર બાદ એક તરફથી અંગ્રેજી શબ્દ બોલાતા ગયા અને સ્મૃધિએ તેનું ફોનેમિક ટ્રાન્સક્રિપ્શન લખવાનું શરૂ કર્યું. ત્રણ હજાર શબ્દોની આ હરીફાઈ અંદાજે 12 કલાક સુધી ચાલી. સમૃધિને આવી રીતે લખતા બધા જ ચોંકી ગયા હતા.

સ્મૃધિને સુરતમાં ગૂગલ ગર્લનાં નામે પણ ઓળખવામાં આવે છે. 12 વર્ષની ઉંમરમાં ભારત નાટયમમાં વિશારદની પદવી હાંસલ કરી ચૂકી છે. કરાટેમાં બ્લેક બેલ્ટ પર પહોંચી જવાની તૈયારીમાં છે. આ ઉપરાંત તબલા, હાર્મોનિયન અને સિતારવાદનમા પણ તે માહેર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp