કુંભમાં સ્નાન કરતી મહિલાના ફોટા પેપર કે TVમાં બતાવ્યા તો થશે કાર્યવાહીઃ હાઈકોર્ટ

PC: timesnownews.com

ન્યૂઝ પેપર અને ટીવી પર સ્નાન કરતી મહિલાઓનો ફોટો દર્શાવવા પર અલાહાબાદ હાઈકોર્ટે મેળા અધિકારીને ઠપકો આપ્યો છે. અદાલતે નિર્દેશ આપ્યો છે કે, આવુ કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવશે. આ મામલામાં આગળની સુનાવણી 5 એપ્રિલે થશે. વકીલ અસીમ કુમારની અરજી પર જસ્ટિસ પી. કે. એસ. બઘેલ અને જસ્ટિસ પંકજ ભાટિયાની બેન્ચે સુનાવણી કરી હતી. કોર્ટે મેળા અધિકારીને પૂછ્યુ હતુ કે, જ્યારે સ્નાન ઘાટથી 100 મીટરના દાયરામાં ફોટોગ્રાફી પ્રતિબંધિત છે તો આ બધુ કેવી રીતે થઈ રહ્યુ છે. આ પ્રતિબંધનો કડકાઈપૂર્વક પાલન કરાવો.

પ્રશાસન 1000થી વધુ CCTV કેમેરાઓની મદદથી આખા મેળા ક્ષેત્રની નિગરાની રાખવામાં આવી રહી છે. આખા વિસ્તાર પર નજર રાખવા માટે 40 નિગરાની ટાવર બનાવવામાં આવ્યા છે. મેળામાં પોલીસ દળ, PAC અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના આશરે 22000 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આપાતકાલીન સ્થિતિ માટે આખા મેળા ક્ષેત્રમાં 40 પોલીસ સ્ટેશન, 3 મહિલા પોલીસ સ્ટેશન અને 60 પોલીસ ચોકીઓ બનાવવામાં આવી છે. આ ઉપરાંત, 4 પોલીસ લાઈન પણ બનાવવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp