કુંભમાં પહેલીવાર નીકળી કિન્નર અખાડાની પેશવાઈ, શાહી અંદાજ જોવા ઉમટી ભીડ

PC: jansatta.com

મકરસંક્રાંતિથી પ્રયાગરાજમાં પ્રારંભ થવા જઈ રહેલા વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક સમાગમ માટે રવિવારે આ નગરમાં પહેલીવાર કિન્નર અખાડાની દેવત્વ યાત્રા નીકળી. કિન્નર સાધુ સંતોના દર્શન માટે લાખોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. રામ ભવન ચાર રસ્તાથી નીકળેલી આ દેવત્વ યાત્રાની ખાસ વાત એ હતી કે, તેમાં કિન્નસ સંત ઘોડા અને બગીઓ પર સવાર હતા, જ્યારે અન્ય અખાડાઓની યાત્રામાં ટ્રેક્ટર ટ્રોલી પર મુકેલા સોના-ચાંદીના આસનો પર સાધુ-સંતો બિરાજમાન હતા. આ દેવત્વ યાત્રામાં 25થી વધુ બગીઓ હતી. તેમજ બીજી તરફ, ઘોડા ગીત-સંગીતના ધૂનો પર નાચીને બાળકોનું મનોરંજન કરી રહ્યા હતા. કિન્નરોની શાહી અંદાજમાં નીકળેલી દેવત્વ યાત્રાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં આવ્યા હતા.

ફોટામાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી દેખાઈ રહ્યા છે. નગરમાં લક્ષ્મી નારાયણની દેવત્વ યાત્રા અહીં આવેલા તમામ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. પરંતુ, અખિલ ભારતીય અખાડા પરિષદના કિન્નર અખાડાને માન્યતા આપવામાં આવી નથી.

કિન્નર અખાડાના સતપુત્ર શુક્લાએ જણાવ્યુ હતુ કે, કિન્નર અખાડા ઉજ્જૈન કુંભ બાદ પ્રયાગરાજમાં પોતાની દેવત્વ યાત્રા કાઢી હતી અને પ્રયાગરાજમાં કિન્નરો પહેલીવાર દેવત્વ યાત્રા કાઢી રહ્યા છીએ, આથી લોકોમાં તેને લઈને ખૂબ જ ઉત્સુકતા જોવા મળી હતી. કિન્નર અખાડાની આ દેવત્વ યાત્રામાં સૌથી આગળ આઠ બગીઓ પર અખાડાના સંત બિરાજમાન હતા અને તેમની પાછળ અખાડાના મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી ઉંટ પર સવાર હતા અને લોકોને આશીર્વાદ આપી રહ્યા હતા. તેમની પાછળ એક વાહનમાં અખાડાના આરાધ્ય દેવતા મહાકાલેશ્વર બિરાજમાન હતા.

દેવત્વ યાત્રામાં આરાધ્ય દેવતાની પાછળ ગાજા-વાજા અને ઝાંકીઓ સાથે બગીઓ પર કિન્નર સાધુ સંત સવાર હતા અને લોકોને આશીર્વાદ આપી રહ્યા હતા. કિન્નર સાધુ સંતોએ સુંદર સાડીઓ પહેરી હતી અને શ્રૃંગાર પણ કર્યો હતો જેને કારણે યાત્રાની એક અલગ જ ભવ્યતા જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp