આ વર્ષે જૂનાગઢના કુંભમેળામાં નહીં જોવા મળે હાથી, ઘોડા અને બગી, જાણો કારણ

PC: indiatvnews.com

જુનાગઢમાં એક તરફ શિવરાત્રીના કુંભમેળાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. ત્યારે બીજી મંડળના સાધુઓએ માંગ કરી છે કે, પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઇને કુંભના મેળાનું આયોજન સાદાઈથી કરવામાં આવે. આ કુંભના મેળાનું આયોજન ઝાકમજોળ સાથે કરવા માટે બાગીઓ સાથે અન્ય તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રાજ્યના વનમંત્રી ગણપત વસાવા, કેબીનેટ શિક્ષણમંત્રી ભુપેદ્રસિંહ ચુડાસમા અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરી દવેએ સ્થળનું નિરીક્ષણ કર્યું હતુ અને આ સાથે કલેકટર કચેરીમાં અધિકારીઓ અને સાધુસંતો સાથે એક બેઠક કરી હતી.

આ બેઠકમાં મહંત ઇન્દ્રભારતી બાપુએ પુલવામાં થયેલા આતંકી હુમલાને લઇને કુંભના મેળાને શાંતિ પૂર્વક રીતે કરવાની માંગ કરી હતી. બેઠકમાં કરેલા આ નિવેદનથી બેઠકમાં શાંતિનો માહોલ છવાઈ ગયો હતો અને આ બાબતે વધારે વિચારણા કરવા માટે આગામી દિવસોમાં જીલ્લા કલેકટર સાથે સાધુસંતોની વધુ એક બેઠક મળેશે તેવું વનમંત્રીએ કહ્યું હતુ.

ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતુ કે, પુલવામામાં થયેલા આતંકી હુમલાને એક તરફ દેશ જયારે શોકમાં છે ત્યારે અમારે કોઈ પણ બેન્ડવાજા, બગી, હાથી, ઘોડા જેવી કોઈ પણ વસ્તુ કુંભના મેળામાં ન લઈ જવી. આ પ્રકારે અમે આજે બેઠકમાં સૂચનો કર્યા છે, છતાં અમારા અખાડાના વરિષ્ઠ સાધુસંતો કાલે અહીં પધારવાના ત્યારે અમારા વરિષ્ઠ સંતોની અને સરકારની બેઠક થવાની છે. ત્યારે આ બાબતે છેલ્લા નિર્ણયો કાલની બેઠકમાં લેવામાં આવશે.

વનમંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતુ કે, જીલ્લા કલેકટર અને સંતોની કાલે બેઠક થશે અને આપણા જે શરૂઆતના કાર્યક્રમો આયોજિત થઈ ગયા હતા. પરંતુ 14 તારીખે જે ઘટના બની તેને લઇને આ કાર્યક્રમોમાં જે કઈ પણ સુધારા વધારા કરવાના હોય તેની સંપૂર્ણ સત્તા અને સાધુસંતોને આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp