26th January selfie contest

કુંભ સફાઇકર્મી માટે PMએ પોતાની બચતમાંથી જાણો કેટલા રૂપિયા ડોનેટ કર્યા

PC: theprint.in

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ પોતાના પ્રાઇવેટ બેંક અકાઉન્ટથી 21 લાખ રૂપિયા કુંભના સફાઇ કર્મચારીઓ માટે બનેલા ફંડમાં દાન કર્યા હતા. PM મોદીએ કુંભ 2019ના શાનદાર આયોજન માટે ઉત્તર પ્રદેશને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે, આનાથી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાને સારી રીતે દર્શાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં સમગ્ર પ્રશાસન દ્વારા કરવામાં આવેલા કાર્યોની સરાહના કરતા PM ટ્વીટ કરી હતી.

ટ્વીટમાં PM મોદીએ કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશ અને ખાસ કરીને પ્રયાગરાજના લોકોને શુભેચ્છા. તેમની આ ટ્વીટ 50 દિવસીય ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કુંભ મેળાના સમાપનના એક દિવસ બાદ આવી છે.]

Image result for kumbh modi

પ્રયાગરાજ કુંભ વિશે તેમણે કહ્યું હતું કે, આ કુંભે આપણી સંસ્કૃતિ, આધ્યાત્મિકતાને શાનદાર રીતે દર્શાવી છે અને આને આવનારા કેટલાય વર્ષો સુધી યાદ રાખવામાં આવશે.

કુંભ સફાઇકર્મીઓને 21 લાખ ડોનેટ કર્યા પહેલા પણ PM મોદીએ સિયોલ શાંતિ પુરસ્કાર તરીકે મળેલી 1 કરોડ 30 લાખ રૂપિયાની રકમ ગંગા સફાઇ માટે ચાલી રહેલા નમામિ ગંગે પ્રોજેક્ટ માટે ડોનેટ કરી હતી.

Image result for kumbh modi

આ સિવાય તેમને મળેલા સ્મૃતિ ચિહ્નોની હરાજીથી મળેલી 3.40 કરોડની રકમને પણ નમામિ ગંગે પ્રોજેક્ટમાં દાન કરવામાં આવી હતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp