26th January selfie contest

મહાશિવરાત્રી પર કુંભનો અંતિમ શાહી સ્નાન, લાખો શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યુ

PC: livehindustan.com

 

ફાગણ વદ ચૌદસને મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. આ અવસર પર અંતિમ શાહી સ્નાન સાથે કુંભનું પણ સમાપન થાય છે. દુનિયાભરના શ્રદ્ધાળુઓ પવિત્ર નગર પ્રયાગરાજ પહોંચીને સંગમમાં આસ્થાની ડૂબકી લગાવતા હોય છે. ભગવાન શિવ અને માતા પાર્વતીના આ પાવન પર્વ પર લાખોની સંખ્યામાં ભક્તો સંગમમાં ડુબકી લગાવે છે.

આસ્થા અને વિશ્વાસના આ મહાપર્વ કુંભની ભવ્યતા, દિવ્યતા અને અહીનું અલૌકિક વાતાવરણ બધાને મંત્રમુગ્ધ કરી દે છે. સોમવારે મહાશિવરાત્રીના અવસર પર પ્રયાગરાજમાં ભક્તોનું ઘોડાપૂર આવ્યું હતું. આ પાવન પર્વ પર સ્નાન કરવા માટે રવિવાર મોડી રાતથી જ ભગવાન શિવના ભક્તોએ લાઇન લગાડવાનું શરૂ કર્યું હતું. ગૃહસ્થ જીવનમાં રહેનારા લોકો મહાશિવરાત્રીને શિવ-પાર્વતી લગ્નની વર્ષગાંઠ તરીકે પણ ઉજવે છે.

 

મહાશિવરાત્રીનું શુભ મુહૂર્ત રાત્રે 1 વાગીને 26 મિનિટ પર શરૂ થતા સવારથી જ શ્રદ્ધાળુઓ સ્નાન કરવા પહોંચી રહ્યા છે. યોગીઓ અને સંન્યાસીઓ માટે આ એ દિવસ છે જ્યારે ભગવાન શિવ કૈલાશ પર્વત સાથે એકાકાર થઇ ગયા હતા. યૌગિક પરંપરામાં શિવને ઇશ્વરના રૂપે નહીં પરંતુ પ્રથમ ગુરૂ અને આદી ગુરૂ માનવામાં આવે છે. સદીઓ સુધી ધ્યાન ધરાને શિવ આજના દિવસે સ્થિર થયા હતા. તેમના અંદરની હલનચન થંભી ગઇ હતી, તેથી જ સંન્યાસી મહાશિવરાત્રીને સ્થિરતાની રાતના રૂપમાં જોતા હોય છે.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp