26th January selfie contest

દુલ્હન જેવી સજાવેલી ગાડીમાં રહેતા 'વનમાનુષ બાબા' પણ આવ્યા છે કુંભમાં

PC: amarujala.com

પ્રયાગરાજ કુંભમાં એવા ઘણા બાબા આવ્યા છે જે ખૂબ અનોખા છે. એવા જ એક બાબા છે સાલિકરામ મહારાજ, જેમને લોકો 'વનમાનુષ બાબા'ના નામથી બોલાવે છે. 'વનમાનુષ બાબા'નો દાવો છે કે જ્યારે તેઓ 8 વર્ષના હતા ત્યારે તેમને સપનામાં કાળી માતાએ દર્શન આપ્યા હતા ત્યાર પછીથી તેમની જિંદગી બદલાઈ ગઈ છે.

તેઓ એક એવી ગાડીમાં રહે છે જે એક દુલ્હનની જેમ સજાવેલી છે. 'વનમાનુષ બાબા' જણાવે છે કે 24 કલાકમાં તેઓ માત્ર 3 કલાક જ આરામ કરે છે અને બાકીના સમયમાં મા કાળીની પૂજા કરે છે.

મધ્ય પ્રદેશના નરસિંહ જિલ્લામાં બરમાન ઘાટના રહેવાસી 'વનમાનુષ બાબા' પોતાના શરીર પર સોઇથી રક્ત ચંદનથી ધારી બનાવે છે. તેઓ જણાવે છે કે 1996થી તેઓ આવું કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે મા કાળીએ તેમને આવું કરવા માટે કહ્યું છે.

'વનમાનુષ બાબા'નું કહેવું છે કે મા કાળીએ પહેલા તેમને દિવસમાં ત્રણ વાર 11 ધારીનો લેપ લગાવવા માટે કહ્યું હતું. પરંતુ જ્યારે તમને સિંહસ્થમાં માની આરાધના કરી તો તેમનાથી પ્રસન્ન થઈને માતાએ તેમને 28 ધારીનો લેપ લગાવવા માટે કહ્યું. ત્યારથી તેઓ દરરોજ સવારે 5 વાગ્યે સોઈથી પોતાના શરીર પર રક્ત ચંદનનો લેપ લગાવે છે.

કુંભમાં વિદેશી શ્રદ્ધાળુઓ પણ 'વનમાનુષ બાબા'ના દર્શન કરવા માટે આવે છે. તેઓ ચાર વખતથી કુંભમાં અને અર્ધકુંભમાં પોતાના રથસમા વાહનથી આવી રહ્યા છે જ્યારે આ પહેલા તેઓ અન્ય વાહનથી આવતા હતા. તેઓ જણાવે છે કે તેમના રથની બંને બાજુએ વાઘ બનેલા છે, જેને તેમણે મા કાળીના આદેશઅનુસાર બનાવ્યા છે.

'વનમાનુષ બાબા' જણાવે છે કે તેમના રથસમા વાહનમાં મા કાળી એન ભગવાન શ્રી કૃષ્ણ સહિત બધા દેવતા બિરાજમાન છે. તેમણે જણાવ્યું કે 2017ના સિંહસ્થમાં ભગવાન ગણેશ તેમના સપનામાં આવ્યા હતા અને કહ્યું હતું કે તમારે આ જ રથમાં રહેવાનું છે. ત્યારથી મોટાભાગે બાબા પોતાની ગાડીમાં જ રહે છે.

'વનમાનુષ બાબા'એ લગ્ન પણ કર્યા છે. તેમની પત્ની અને એક પુત્ર પણ છે. ખાસ વાત છે કે બાબા જ્યાં-જ્યાં જાય છે ત્યાં પોતાની પત્નીને પણ સાથે ગાડીમાં લઈને જાય છે. તેઓ દિવસથી રાત સુધીમાં દર 3 કલાકે સ્નાન અને પૂજા પાઠ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે તેમણે 12 વર્ષ સુધી ઉઘાડા પગે ફરીને ગુરુની શોધ કરી પરંતુ મા કાળીની પૂજા કરવાના કારણે કોઈએ તેમને પોતાના શિષ્યના રૂપે સ્વીકાર્યા નહીં તેથી તેમણે મા કાળીને જ પોતાના ગુરુ બનાવી લીધા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp