જાણો ઉત્તરાયણના દિવસે પવન ફૂંકાશે કે નહીં

PC: ahmedabadlife.com

ગુજરાતમાં ઉત્તરાયણની તૈયારીમાં પતંગરસિયાઓ લાગી ગયા છે. ત્યારે તા. 14મી જાન્યુઆરીના રોજ તા. 20થી 25 કિમીની ઝડપે ફુંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેથી હવામાન વિભાગની આગાહીથી પતંગસરિયાઓને મોટી રાહત મળી છે.

ઉત્તરાયણ પર્વની તૈયારી માટે લોકો અંતિમઘડીની ખરીદીમાં લાગ્યા છે. પતંગરસિયાઓ માંજો રંગાવી રહ્યાં છે. સમગ્ર ગુજરાતમાં અમદાવાદની ઉત્તરાયણ પ્રખ્યાત છે. અમદાવાદમાં પતંગોત્સની ઉજવણી કરવા શહેરીજનો થનગની રહ્યાં છે. તા. 14મી જાન્યુઆરીના રોજ પવન સામાન્ય રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર તા. 14મી જાન્યુઆરીના રોજ પ્રતિ કલાક 20થી 25 Kmની ઝડપે પવન ફુંકાશે. તેમજ આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તરાયણમાં ધારદાર માંજો પક્ષીઓ માટે ઘાતક સાબિત થતો હોવાથી જીવદયા પ્રેમીઓએ પણ દોરીથી ઘવાતા પક્ષીઓને બચાવવા માટે આયોજન કર્યું છે. તેમજ પોલીસે પણ ચાઈનીઝ દોરીના વપરાશ અને વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. એટલું જ નહીં વેપારીઓની દુકાનમાં પણ તપાસ કરવામાં આવતી હોવાનું જાણવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp