બાંધકામ ઉદ્યોગમાં 48 % મહિલાઓ છે

PC: The Better India

રાજ્યના નોંધાયેલા બાંધકામ શ્રમિકોમાં ૪૮ ટકા જેટલું પ્રમાણ બાંધકામ શ્રમિક મહિલાઓનું છે. ત્યારે તેમના સશક્તિકરણની સાથે આરોગ્યની પણ ચિંતા સેવીને રૂ. 7,500ની પ્રસૂતિ સહાય તથા બાંધકામ મહિલા શ્રમિકો માટે વિશેષ આરોગ્ય નિદાન કેમ્પની ખાસ મહિલાલક્ષી યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા બાંધકામ બોર્ડના માધ્યમથી સફળતાપૂર્વક અમલી બનાવવામાં આવી છે. ડૉ. અનિલ પટેલે વધુમાં ઉમેર્યું હતુ કે, સમાજના છેવાડે અને હાંસિયામાં રહેલા બાંધકામ શ્રમિકોને અન્ય જન સામાન્ય પ્રવાહમાં લાવવા તથા બાંધકામ શ્રમિકોના સંતાનો પણ ઉચ્ચ હોદ્દાઓ પર પહોંચે તેવા દુરંદેશી નિર્ણયો વિવિધ ૨૭ જેટલી કલ્યાણકારી યોજનાઓ દ્વારા લેવામાં આવ્યા છે, તે સંદર્ભે બાંધકામ બોર્ડ દ્વારા બાંધકામ શ્રમિકોના સર્વાંગી કલ્યાણ માટે અત્યાર સુધીમાં રૂ. 81 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું.

આ કાર્યક્રમ દરમ્યાન મહાનુભાવોને હસ્તે શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવીકે, આકસ્મિક મૃત્યુ સહાય, શિક્ષણ સહાય, ભાગ્યલક્ષ્મિ બોન્ડ, પ્રસૂતિ સહાય વગેરે યોજનાઓના લાભાર્થીઓને ચેક વિતરણ કરી સહાયની રકમ ચૂકવવામાં આવી હતી.
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા મહિલા બાંધકામ શ્રમયોગી સન્માન સમારંભનું આયોજન કરવા આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. નિર્મલાબેન વાધવાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતુ કે, રાજ્યની અડધા ઉપરાંતની જનસંખ્યા મહિલાઓ અને બાળકોની છે ત્યારે રાજ્યની 653 ઉપરાંતની વિવિધ પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓ પૈકીની 86 યોજના મહીલા કલ્યાણને સમર્પિત છે. મંત્રીશ્રીએ વધુમાં બાંધકામ શ્રમિક મહિલાઓને વહેલી સવારે ઉઠીને આખા પરિવારનું ભોજન બનાવવાની ઝંઝટમાંથી મુક્તિ અપાવતી ‘‘શ્રમિક અન્નપૂર્ણા’’ યોજનાને મહિલાઓની ચિંતા અને મહિલા સશક્તિકરણની દિશાનું જ એક ઉત્તમ પગલુ ગણાવીને કહ્યું હતું કે, રાજ્ય સરકારે મહિલા સુરક્ષા અને મહિલા સક્ષમતા માટે અનેકવિધ પ્રયાસો પ્રતિબધ્ધતાપૂર્વક હાથ ધર્યા છે તેનો વ્યાપક લાભ મહિલાઓએ ઉઠાવવો જ જોઈએ, તેમ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના ચેરમેન ડૉ. અનિલ પટેલે જણાવ્યું હતુ.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp