કચ્છમાં મળી આવ્યું હડપ્પા યુગનું 5000 વર્ષ જૂનું હાડપિંજર અને ખજાનો

PC: timesofindia.indiatimes.com

ગુજરાતના કચ્છ જિલ્લામાં બે મહિનાના ખોદકામ બાદ પુરાતત્વવિદોને હડપ્પા સભ્યતા સાથે સંકળાયેલુ એક વિશાળ કબ્રસ્તાન મળ્યું છે. ધોળાવીરાથી આશરે 360 કિલોમીટર દૂર આ સ્થળે 250થી વધુ કબરો છે, જે આશરે 5 હજાર વર્ષ જુનું છે. વિશેષજ્ઞોનું કહેવુ છે કે, તેને કારણે એ સંભાવનાને બળ મળે છે કે કોઈક સમયમાં અહીં મનુષ્યોની સારી એવી વસતિ નિવાસ કરતી હતી.

કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ખાટિયા ગામમાં ખોદકામ કચ્છ યુનિવર્સિટી અને કેરળ યુનિવર્સિટી મળીને કરી હતી. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, અહીં મળેલી 250 કરતા વધુ કબરો 4600-5200 વર્ષ જુની છે. આ કબ્રસ્તાન 300 મીટર * 300 મીટર આકારની છે. તેમાંથી અત્યારસુધી 26 કબરોનું ખોદકામ થઈ ચૂક્યું છે. જેમાંથી સૌથી મોટી કબર 6.9 મીટરની છે, જ્યારે સૌથી નાની 1.2 મીટરની છે.

પુરાતત્વવિદોને અહીં એક કબરમાંથી 6 ફુટ લાંબુ એક માનવ કંકાલ મળ્યું છે, તે લગભગ 5000 વર્ષ જુનું છે. કચ્છ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના પ્રમુખ સુરેશ ભંડારીએ જણાવ્યુ હતુ કે, આ હાડપિંજરને કેરળ યુનિવર્સિટી લઈ જવામાં આવ્યું છે. ત્યાં તેની ઉંમર, લિંહ અને મૃત્યુની સંભવિત કારણ વિશે જાણકારી મેળવી શકાશે.

પહેલીવાર ગુજરાતમાં આયતાકાર કબ્રસ્તાન મળ્યું છે. આ અગાઉ મળી આવેલા કબ્રસ્તાન ગોળાકાર અથવા અર્ધગોળાકાર આકારના હતા. આ કબરોમાં માનવ હાડપિંજર ઉપરાંત, બાળકોની કબરો અને જાનવરોના અવશેષો મળ્યા છે. ખોદકામમાં સીપીમાંથી બનેલી બંગડીઓ, પથ્થરની ચક્કીઓ, પથ્થરની બ્લેડ વગેરે પણ મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp