સ્વાસ્થ્યને સારું રાખવાની સાથે સેક્સ ડ્રાઈવ પણ વધારે છે આ ફળ

PC: thenypost

દિવસની શરૂઆત કરવાની સૌથી સારી રીત કઈ છે? કેટલાક લોકો માટે વર્કઆઉટ, કેટલાક લોકો માટે મેડિટેશન અને બીજું ઘણું બધું. પરંતુ હેલ્ધી બ્રેકફાસ્ટ અને એક ગ્લાસ ભરીને જ્યૂસ સાથે દિવસની શરૂઆતને સૌથી સારી અને હેલ્ધી માનવામાં આવે છે.

શું તમને ખબર છે કે, એક ગ્લાસ દાડમનું જ્યુસ તમારી સેક્સ્યુઅલ ડ્રાઈવને વધારી શકે છે અને આ મજાકની વાત નથી. કેટલાક અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે, દાડમનું જ્યૂસ પીનારા લોકોની ઓવરઓલ હેલ્થ અને લિબિડોમાં સુધારો થાય છે.

પહેલાના સમયમાં તેનો નેચર એફ્રોડિસિએક (પ્રાકૃતિકરીતે સેક્સ ડ્રાઈવ વધારનારું) તરીકે ઉપયોગ થતો હતો. એક ગ્લાસ દાડમનું જ્યૂસ માત્ર સેક્સ લાઈવને જ સારી બનાવે છે એવું નથી તે તમારી યાદશક્તિ અને મૂડને પણ સારો કરે છે.

દાડમમાં એન્ટીઓક્સિડેન્ટ્સ, પોલિફિનોલ્સ, વિટામીન સી હોય છે, સાથે જ તેમાં એન્ટી એનફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણો પણ હોય છે. આટલા બધા હેલ્થ બેનિફિટ્સ ઉપરાંત તેને સુપરફૂડ પણ માનવામાં આવે છે.

એડિનબર્ગની ક્વીન માર્ગરેટ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જે લોકો આ જ્યૂસને રોજ પીતા હતા તેમનામાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધારે જોવા મળ્યું હતું. આ અભ્યાસ 58 લોકો પર કરવામાં આવ્યો હતો, જેમાં બંને જેન્ડરના લોકો સામેલ હતા, તેમની ઉંમર 21થી 64 વર્ષ હતી.

આ બધા ઉપરાંત, એવું પણ જોવા મળ્યું છે કે, જો તેનું જ્યૂસ રોજ પીવામાં આવે તો પુરુષોનો અવાજ પણ ઘણો સારો થાય છે સાથે જ ફેશિયલ હેરનો ગ્રોથ પણ વધે છે. તેમજ મહિલાઓમાં સેક્સ ડ્રાઈવ વધારવા ઉપરાંત હાડકાં અને મસલ્સને મજબૂત બનાવે છે. જો તમને બ્લડ પ્રેશરની બીમારી હોય તો ડૉક્ટરની સલાહ લઈને જ દાડમનું જ્યૂસ પીવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp