PM મોદીની સાધના બાદ ધ્યાન ગુફાની માગ વધી, અટકાવવું પડ્યું બુકિંગ

PC: ndtv.com

કેદારનાથ ધામ સ્થિત ધ્યાન ગુફામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાધના બાદ દેશ-દુનિયાના લોકોએ ગુફામાં રોકાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ત્યારબાદ ગઢવાલ મંજળ વિકાસ નિગમ (GMVN)એ હાલ થોડાં દિવસો માટે બુકિંગ અટકાવી દીધું છે. નિગમ હવે નવી ગાઈડલાઈન તૈયાર કરવામાં વ્યસ્ત છે. અધિકારીઓનું કહેવું છે કે, આશરે 12500 ફૂટની ઊંચાઈ પર સ્થઇત ધ્યાન ગુફામાં રહેવા માટે સંપૂર્ણરીતે સ્વસ્થ વ્યક્તિને જ તક મળી શકશે.

કેદારનાથ ધામથી આશરે દોઢ કિમી ઊંચાઈ પર સ્થિત ધ્યાન ગુફામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાધના કર્યા બાદ અહીં રોકાવા માટે તીર્થયાત્રી અને પર્યટકોમાં ક્રેઝ વધી ગયો છે. PMના કેદારનાથથી જતા જ GMVNને અહીં રહેવા અને તેની જાણકારીને લઈને મોટી સંખ્યામાં ફોન આવવા લાગ્યા છે. દિલ્હી, મુંબઈ, દુબઈ, મહારાષ્ટ્ર વગેરે ઘણી જગ્યાએથી ફોન કરીને દરેક વ્યક્તિ આ ગુફામાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ ગુફામાં મુશ્કેલ અને વિષમ પરિસ્થિતિઓને જોતા અહીં રહેવું મુશ્કેલ છે. જુનના પહેલા અઠવાડિયાથી બુકિંગ શરૂ થવાની આશા છે.

ધ્યાન ગુફામાં એક પર્યટકની જેમ નહીં, પરંતુ સાધકની જેમ ધ્યાન અને મેડિટેશન કરનારાઓને જ મહત્ત્વ આપવા પર વિચાર ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંથી ગયા બાદ ગઢવાલ મંડળ વિકાસ નિગમના મહાપ્રબંધક પર્યટન બી. એલ. રાણા અને ક્ષેત્રીય પ્રબંધક પી. એલ. કવિએ અહીં રવિવારે અને સોમવારે ગુફાનું નિરીક્ષણ કર્યું. અહીં જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવા માટે ચર્ચા કરવામાં આવી, જેથી અહીં આવનારા લોકોને તકલીફ ના પડે. આ સુવિધાઓમાં ગુફામાં ઘંટી, ફોન અને અન્ય સુવિધાઓ તૈયાર કરાવવામાં આવશે.

ગુફામાં રોકાવા માટેના નવા નિયમો

  • રજિસ્ટ્રેશન વિના અહીં કોઈ રોકાઈ શકશે નહીં.
  • મેડિકલ ફિટનેસ બાદ સ્વસ્થ વ્યક્તિને જ અહીં રોકાવાની પરવાનગી મળશે.
  • સાધના અને ધ્યાન માટે જ મળશે અનુમતિ
  • એકવારમાં એક જ વ્યક્તિને રોકાવાની પરવનાગી મળશે.
  • અહીં રહેવા આવનારા વ્યક્તિઓની ઉંમર પણ નક્કી હશે.
  • નિર્ધારિત સમય માટે જ મળશે ગુફા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp