એર હોસ્ટેસે પાયલટ ગર્લફ્રેન્ડને 30,000 ફૂટની ઊંચાઈ પર કર્યું પ્રપોઝ, જુઓ વીડિયો

PC: aajtak.in

આકાશમાં ઉડતા વિમાનમાં એક કપલનો પ્રપોઝલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં એક મહિલા ફ્લાઈટ અટેન્ડેટ પોતાની પાયલટ ગર્લફ્રેન્ડને ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરી રહી છે. યૂઝર્સ આને Love Is In The Air કહી રહ્યા છે.

ફ્લાઈટ અટેન્ડેટનું નામ વેરોનિકા રોજસ છે અને તેને પોતાની પાયલટ ગર્લફ્રેન્ડ એલેજાન્દ્રા મોનકાયોને 30 હજાર ફૂટની ઊંચાઈ પર પ્રપોઝ કર્યું છે. બંને Alaska Airlineની એક ફ્લાઈટમાં હતા, આ ફ્લાઈટ સન ફ્રાન્સિકોથી લોસ એન્જેલસ જઈ રહી હતી.

વેરોનિકા અને એલેજાન્દ્રાની મુલાકાત બે વર્ષ પહેલા ફ્લાઈટમાં જ થઇ હતી, થોડી જ મુલાકાતો પછી બંને છોકરીઓને એક-બીજા સાથે પ્રેમ થઇ ગયો અને હવે તેમણે હટકે અંદાજમાં એક-બીજાને પ્રપોઝ કર્યું છે. વેરોનિકા અને એલેજાન્દ્રાએ એક-બીજાને રિંગ પહેરાવીને સાથે રહેવાનું વચન આપ્યું છે. 

આવી રીતે કર્યું ઉડતા વિમાનમાં પ્રપોઝ

Alaska Airline એ પોતે આ કપલનો પ્રપોઝલ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં વેરોનિકા અને એલેજાન્દ્રાને ફ્લાઈટમાં અનાઉન્સમેન્ટના માધ્યમથી એક-બીજાને પ્રપોઝ કરતા જોઈ શકાય છે. વેરોનિકાએ બીજા ક્રૂ મેમ્બર્સના સામે ઘૂંટણ પર બેસીને એલેજાન્દ્રાને પ્રપોઝ કર્યું, આ દરમિયાન લોકો તાળી વગાડતા અને કપલનો ઉત્સાહ વધારતા જોવા મળી રહ્યા છે.

એલેજાન્દ્રા અને વેરોનિકા બંને LGBTQ કમ્યુનિટીથી છે, આ જ કારણે તેમને પ્રપોઝલ માટે Pride Monthને પસંદ કર્યું. Pride Month સમલૈંગિક, ટ્રાન્સજેન્ડર લોકોનો આખા એક મહિના સુધી ચાલતો ફેસ્ટીવલ છે. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ Pride Monthની 1 જૂનથી 30 જૂન સુધી ઉજવણી થઇ રહી છે.

વર્ષ 2000થી શરૂ થઇ Pride Monthની ઉજવણી

દુનિયામાં આ સમુદાયની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, આ સમુદાયને પોતાની વાત રાખવા માટે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લીન્ટને વર્ષ 2000મા જૂન મહિનાને Pride Month જાહેર કર્યો હતો, ત્યાર બાદ બરાક ઓબામાએ આ પરંપરા આગળ વધારી અને આ વર્ષે જો બાઈડને સાથ આપ્યો. પૂરી દુનિયામાં આ મહિનામાં જગ્યા-જગ્યાએ આ સમુદાય રસ્તાઓ પર આવીને તેમના અધિકારોની માગ કરતા જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp