આણંદમાં પરિણીત શિક્ષક ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીનીને ભગાડીને લઇ ગયો

PC: youtube.com

શિક્ષકનું સ્થાન સભ્ય સમાજમાં હંમેશાં ઊંચું હોય છે, લોકો શિક્ષકને હંમેશાં આદરભાવથી જોતા હોય છે કારણે કે, શિક્ષક જ બાળકોમાં સારા ગુણોનું સિંચન કરે છે. પરંતુ શિક્ષક જ જો વિદ્યાર્થીનીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી જાય તો આવા શિક્ષકને કઈ દ્રષ્ટિએ જોવા. આજે અમે આવા જ એક શિક્ષક વિષે વાત કરવાના છીએ. શિક્ષક જે શાળામાં નોકરી કરતો હતો તે જ શાળાની ધોરણ 12 સાયન્સનની વિદ્યાર્થીનીને ભગાડી ગયો અને હા મહત્ત્વની વાત તો એ છે કે, શિક્ષક પહેલાથી જ પરિણીત હતો અને તે 2 સંતાનનો પિતા પણ છે.

મળતી માહિતી અનુસાર, આણંદના આંકલાવ ગામની હાઇસ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં વર્ષોથી ધોરણ 5થી 8ના બાળકોને અભ્યાસ કરાવતા ધર્મેન્દ્રસિંહ પરમાર નામના શિક્ષકે તે જ શાળામાં અભ્યાસ કરતી ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી હતી અને શિક્ષક ધર્મેન્દ્રસિંહ પરમાર વિદ્યાર્થીનીને લઈને 7મી મેના રોજ ફરાર થઇ ગયો હતો. વિદ્યાર્થીની મોડે સુધી ઘરે ન પહોંચતા પરિવારના સભ્યોમાં ચિંતા વ્યાપી હતી અને પરિવારજનોએ વિદ્યાર્થીનીની શોધખોળ શરૂ કરી હતી. વિદ્યાર્થીનીના માતા-પિતાએ તેમના સગા સંબંધીઓને ત્યાં, વિદ્યાર્થીનીના મિત્રોના ઘરે દીકરી આવી છે કે, નહીં તેમ પૂછપરછ કરી હતી. પરંતુ વિદ્યાર્થીનીનો કોઈ પતો લાગ્યો ન હતો.

ત્યારબાદ ઘરમાંથી વિદ્યાર્થીનીની માતાને એક ચિઠ્ઠી મળી આવી હતી અને તેમાં લખ્યું હતું કે, મને માફ કરજે મમ્મી હું જાવ છું, મને શોધતા નહીં, હું પાછી નહીં આવું. આ પ્રકારની ચિઠ્ઠી મળતાની સાથે જ વિદ્યાર્થીનીની માતાએ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરાવી હતી. પરિણીત અને બે સંતાનો પિતા હોવા છતાં ધોરણ 12ની વિદ્યાર્થીનીને ભગાડી જનાર શિક્ષક પ્રત્યે ગામ લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને વિદ્યાર્થીનીને ભગાડી જનાર શિક્ષક ધર્મેન્દ્રસિંહની શોધખોળ શરૂ કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp