નસબંધી-ગર્ભનિરોધક ગોળીઓ બાદ પણ ઘણીવાર પ્રેગ્નેન્ટ થઈ ગઈ આ મહિલા

PC: aajtak.in

દુનિયામાં જ્યાં ઘણી મહિલાઓ ઓછી ફર્ટિલિટી અને પ્રેગ્નેન્ટ ના થઈ શકવાની સમસ્યાથી ચિંતિત છે, ત્યાં UKની એક મહિલાની સાથે કંઈક ઉંધુ જ થઈ રહ્યું છે. 39 વર્ષીય કેટ હર્મન પોતાની વધુ ફર્ટિલિટીના કારણે હેરાન છે. 5 બાળકોની માતા કેટ બાળકો ના થવા માટે દરેક પ્રકારના પ્રયત્નો અપનાવી રહી છે, પરંતુ તેના પર કોઈ જ ઉપાય કામ નથી કરી રહ્યો. કેટની પ્રેગ્નેન્સી કોઈ ચમત્કાર કરતા ઓછી નથી. કેટનો દાવો છે કે, બર્થ કંટ્રોલ પિલ્સ લેવા છતા તે 2વાર પ્રેગ્નેન્ટ થઈ ચુકી છે, જ્યારે એકવાર પતિના નસબંધી કરાવ્યા બાદ પણ તે પ્રેગ્નેન્ટ થઈ ચુકી છે. કેટે કેનેડી ન્યૂઝ એન્ડ મીડિયાને જણાવ્યું, કોન્ટ્રાસેપ્શનના મામલામાં હું ખૂબ જ અનલકી છું. કેટ અને તેના 38 વર્ષીય પતિ ડેનનું કહેવુ છે કે, તેમનું ઘર પહેલાથી જ 5 બાળકોથી ભરેલું છે. તેમના બાળકોની ઉંમર 2 વર્ષથી લઈને 20 વર્ષ સુધી છે.

કેટે જણાવ્યું, મારો સૌથી પહેલો દીકરો 20 વર્ષનો છે. હું તે સમયે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લઈ રહી હતી અને તેમ છતા હું પ્રેગ્નેન્ટ થઈ ગઈ. પોતાની બીજી અને ત્રીજી પ્રેગ્નેન્સીના સમયે પણ તે પિલ્સ પર હતી. પિલ્સ લેવા છતા વારંવાર પ્રેગ્નેન્ટ થઈ જવાને કારણે હું થાકી ગઈ છું. આખરે મારા પતિએ નસબંધી કરાવવાનો નિર્ણય લીધો. પ્રેગ્નેન્સી રોકવામાં નસબંધીને 99.99% અસરદાર માનવામાં આવે છે. કેટે કહ્યું, ડેને નસબંધી કરાવ્યા બાદ હું નિશ્ચિંત થઈ ગઈ હતી અને અમે ફરીથી પ્રોટેક્શન વિના સંબંધ બનાવવાનું શરૂ કરી દીધુ. ચાર વર્ષ સુધી તો બધુ બરાબર રહ્યું, પરંતુ ફરી એક દિવસ અચાનક મારા પીરિયડ્સ લેટ થઈ ગયા. આખરે મેં પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવ્યો તો પોઝિટિવ આવ્યો. તે જોયા બાદ હું શોક થઈ ગઈ.

કેટે જણાવ્યું, ડેનને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે ઓપરેશન પણ કારગર સાબિત ના થયું. મેં નકામું આટલું દુઃખ સહન કર્યું. ડૉક્ટર્સનું કહેવુ હતું કે, બની શકે કે ડેનની ટ્યૂબ્સ પાછી જોડાઈ ગઈ હોય. જોકે, તે પ્રેગ્નેન્સી એમ પણ સફળ ના રહી કારણ કે થોડાં દિવસો બાદ મારું મિસકેરેજ થઈ ગયું. પરંતુ થોડાં અઠવાડિયા બાદ હું ફરીથી પ્રેગ્નેન્ટ થઈ ગઈ. કેટે કહ્યું કે, જો હું નસબંધી બાદ પણ પ્રેગ્નેન્ટ થઈ શકતી હોઉં તો મારા કરતા વધુ બદકિસ્મત બીજું કોઈ નથી. હવે અમે એવુ માની લીધુ છે કે, જે થવાનું છે તે થઈને જ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp