ગુજરાતમાં બ્યૂટી પાર્લર આ નિયમો હેઠળ ચાલે છે, જુઓ તસવીરો

PC: facebook.com/gujaratinformation.official

રાજ્ય સરકારે લોકડાઉનની વચ્ચે શરતોને આધિન રહીને ઘણા ધંધા રોજગાર શરૂ કરવાની છૂટ આપી છે. જેથી લોકોને સેવા પણ મળી રહે અને વ્યવસાયકોરો રોજગારી મળતી થાય. વડોદરાના વાઘોડીયા રોડ વિસ્તારમાં ઉમા ચાર રસ્તા ખાતે સોનલબેન 'રેવતી બ્યુટી પાર્લર' ચલાવે છે. તેઓએ કહ્યું કે, "છેલ્લા દસ વર્ષથી આ પાર્લર ચલાવું છું. મારે ત્યાં ગ્રાહકો એપોઇન્મેન્ટ મેળવીને આવે છે, લોકડાઉન પૂર્વે અર્ધી-પોણી કલાકની રાહ જોવી પડે તેવી સ્થિતિ હતી.

કોરોનાને લીધે લોકડાઉન જાહેર કરવામાં આવતા આ પાર્લર સર્વિસ બંધ હતી. હાલમાં રાજય સરકારે લોકડાઉનમાં છૂટછાટ આપી છે જેના લીધે પુનઃ ધબકતું થયું છે. મેં પણ મારા પાર્લરને ફરી શરૂ કર્યુ છે અને તે પણ ઘણી સાવચેતીઓ સાથે સંપૂર્ણ કિટ, ગ્લોવ્ઝ અને માસ્ક પહેરીને સર્વિસ આપું છે.

હાલમાં ગ્રાહકો અગાઉની જેમ જ એપોન્ઇમેન્ટ મેળવીને આવે છે પરંતુ સોશિયલ ડિસ્ટનસીંગ જળવાઇ તે હેતુથી ઓછા ગ્રાહકો હોય છે. વધુ સંપર્ક અને સ્પર્શ ન રહે તે માટે આઇબ્રો માટે થ્રેડીંગને બદલે વેક્સીંગ પધ્ધતિનો ઉપયોગ કરું છું. આથી બને તેટલો ઓછો સ્પર્શ કરવાનો રહે."

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp