કપડાં પહેર્યા વિના સૂઈ જાઓ અને વજન ઘટાડો

PC: rivergateapartment.com

જો તમે પણ વજન ઘટાડવા ઈચ્છતા હો, પરંતુ જીમમાં જઈને પરસેવો પાડી, એક્સરસાઈઝ કરી અને ડાયટિંગ કરીને વજન ઘટાડવા ન માંગતા હો તો તમારા માટે એક સારા સમાચાર છે. આ બધા ઉપાયો કર્યા વિના પણ વજન ઘટાડી શકાય છે. તેને માટે તમારે માત્ર એટલું જ કરવાનું છે કે રાત્રે કપડાં પહેર્યા વિના એટલે કે ન્યૂડ થઈને ઊંઘવાનું છે. હાલમાં જ કરવામાં આવેલા એક રિસર્ચમાં આ તથ્ય જાણવા મળ્યું છે. એટલું જ નહીં, પરંતુ ન્યૂડ સૂઈ જવાનાં બીજા પણ અનેક ફાયદાઓ છે.

શરીરમાં સકારાત્મક બદલાવ

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, એવા લોકો, જે રાત્રે કપડાં પહેર્યા વિના એટલે કે ન્યૂડ સૂઈ જાય છે, તેમનાં શરીરમાં ઘણા સકારાત્મક બદલાવો આવે છે. રાત્રે ન્યૂડ સૂવાથી તમારું વજન ઓછું થઈ જશે, સેક્સ લાઈફમાં પણ સુધારો આવશે અને તેમને આખી રાત સારી ઊંઘ પણ આવશે.

ઉંમર વધે છે

આ અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, જો તમારી ઊંઘમાં ખલેલ પહોંચતી હોય, તો તમારું શરીર સામાન્ય કરતાં વધુ કોર્ટિસોલ ઉત્પન્ન કરે છે, જેને કારણે ભૂખ વધુ લાગે છે. પરિણામ સ્વરૂપ તમારું વજન વધે છે. એના બદલે તમે કપડાં વિના સૂઈ જાઓ, ત્યારે તમારું શરીર ઠંડુ રહે છે, જે ફેટ બર્ન કરી દે છે અને તેને કારણે વજન ઘટવાની સંભાવનાઓ વધી જાય છે. સાથે જ ન્યૂડ થઈને સૂવાથી તમારી ઉંમર પણ લાંબી થાય છે.

સ્પર્મનાં ઉત્પાદન પર પડે છે અસર

અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, એવા પુરુષો જે રાત્રે બોક્સર, શોર્ટ્સ અથવા પાયજામો પહેરીને સૂઈ જાય છે, તે પોતાનાં સ્પર્મ એટલે કે શુક્રાણુંનાં ઉત્પાદનને નુકસાન પહોંચાડી શકે છે અને તેમનાં દ્વારા બાળકો લાવવાની સંભાવનાઓ ઓછી થઈ જાય છે. આ અધ્યયન અનુસાર, ન્યૂડ થઈને ઊંઘવાથી લોકોની સેક્સ લાઈફ સારી બનવામા મદદ મળી શકે છે.

જ્યારે, આ સંશોધકોએ સંશોધનમાં સામેલ લોકોને પોતાનાં પાર્ટનર સાથે કપડાં પહેરીને અને કપડાં પહેર્યા વિના ઊંઘવાનાં અનુભવ વિશે પૂછ્યું ત્યારે આ પરિણામો સામે આવ્યા હતાં. તેમનાં અનુસાર ન્યૂડ ઊંઘનારા લોકોમાં 57 ટકા લોકોએ તેને એક સુખદ સેક્સ લાઈફ બનાવવાની રીત ગણાવી હતી. કારણ કે, ન્યૂડ ઊંઘતી વખતે એકબીજાનાં સંપર્કથી ઓક્સિટોક્સિન નામનું હોર્મોન રીલિઝ થાય છે, જેને ફીલ ગુડ હોર્મોન પણ કહેવાય છે અને તેનાંથી તમે પોઝીટિવ અનુભવ કરશો. આ ઉપરાંત, પાર્ટનર સાથે ગાઢ સંબંધ સ્થાપિત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp