જો તમે બજારમાં સસ્તા ભાવે મળતો કેરીનો રસ પીવો છો, તો થઇ જજો સાવધાન

PC: mmtimes.com

ઉનાળો આવે એટલે કેરીના રસિયાઓને કેરી ખાવાની મજા પડી જાય છે, આખું વર્ષ કેરીની રાહ જોયા પછી ઉનાળામાં પાકેલી કેરી લોકો મન ભરીને ખાય છે, કેરી ખાવાની સાથે સાથે લોકો કેરીના રસનો પણ મન ભરીને આનંદ માણે છે પરંતુ જો તમે બહાર માર્કેટમાં 10 રૂપિયા, 20 રૂપિયાના ભાવે મળતો કેરીનો રસ પીવાના શોખીન હોય તો ચેતી જજો કારણ કે, બજારમાં 10 અને 20 રૂપિયામાં મળતો કેરીનો રસ તમારા આરોગ્ય માટે હાનીકારક સાબિત થઇ શકે છે, કારણ કે, આ રસમાં કેરી નામ માત્ર જ હોય છે, રસમાં કેરીનો સ્વાદ લાવવા અને વધારે નફો મેળવવા રસના વિક્રેતાઓ તેમાં અલગ પ્રકારના કેમિકલની ભેળસેળ કરીને રસનું વેચાણ કરે છે અને આ રસ જો તમે પી રહ્યા તો ચેતી જજો કારણ કે, ઉનાળામાં સારો લાગતો આ કેરીનો રસ પીવાથી અનેક બીમારીઓને આમંત્રણ મળે છે.

આ કહેવાનું કારણ એ છે કે, મહારાષ્ટ્રના અન્ન અને ઔષધી વિભાગ દ્વારા એક રસની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન અધિકારોઓએ લાખો રૂપિયાનો કેરીનો રસ અને તેમાં ભેળસેળ કરવામાં આવતું કેમિકલ, સેક્રીન જપ્ત કર્યું છે. આ દરોડા દરમિયાન ઘણા ચોકાવનારા ખુલાસાઓ થયા છે, રસનું વેચાણ કરતા લોકો કેરીનો રસ બનાવવા માટે બજારમાં સસ્તા ભાવે મળતી તોતાપૂરી કેરી વાપરતા હતા. એક કિલો કેરીમાંથી 20 ગ્લાસ રસ બનાવતા હતા, કેરીને રસને મીઠો કરવા માટે તેમાં ખાંડ, સાકરના બદલે સેક્રીન નાંખવામાં આવતું હતુ. રસમાં કેરીનો સ્વાદ લાવવા માટે કેરીનું એસેન્સ નાંખવામાં આવતું હતુ અને રસનો કલર કેસરી કરવા માટે તેમાં કલરની ભેળસેળ કરવામાં આવતી હતી. આ પ્રકારનો કેમિકલ વાળો રસ પીવાના કારણે કિડન અને લીવરની બીમારી, પેટના વિકાર, ટાઈફોઈડ, ઉલટી અને તાવ જેવી તકલીફો થઇ શકે છે.

આ બાબતે અન્ન અને ઔષધી વિભાગના અધિકારીઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કેરીના આ રસમાં વિવિધ પ્રકારના કેમિકલ્સ નાંખવામાં આવ્યા હતા. સેક્રીનનું પ્રમાણ વધારે હોય તેવી આશંકા છે. જો સેક્રીન વધારે હોય તો પણ તે સ્વાસ્થ્ય માટે હાનીકારક છે અને અમે 8.76 લાખનો કેરીનો રસ અને કેમિકલ્સ જપ્ત કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp