સુરતમાં મીઠાઈ વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગે બોલાવી તવાઈ

જેમ-જેમ તહેવારોની સીઝન નજીક આવે છે. તેમ તેમ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ હોવાના કિસ્સાઓ પ્રકાસમાં આવતા હોય છે. ખાદ્ય પદાર્થોનું વેચાણ અને ઉત્પાદન કરતા દુકાનદારો વધારે નફો મેળવવાની લાલચે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેંડા કરતા હોય છે. નજીકમાં આવી રહેલા ચાંદની પૂનમના તહેવારમાં સુરતી લોકો ઘારી ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. ભેળસેળ વાળી ચીજ વસ્તુ ખાવાના કારણે લોકોના આરોગ્યને થતા નુકશાન ને ધ્યાનમાં લઈ આરોગ વિભાગ દ્વારા મીઠાઈ અને નમકીનનું ઉત્પાદન વેચાણ કરતા દુકાનોદારો ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી. આરોગ્ય વિભાગની કામગીરી દરમિયાન ઘારીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરતીની સુરતની 10 જેટલી દુકાનોમાં રેડ કરવામાં આવી હતી. જેના સુરતના નાનપુરા સ્થિત આવેલી કૈલાસ મીઠાઈની દૂકાનનો પણ સમાવેશ થાય છે. આ તમામ દુકાનોમાં બની રહેલી મીઠાઈ અને અન્ય વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ તમામ સેમ્પલોની ચકાસણી કરવા માટે તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગના અધિકારીઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, લોકોના આરોગ્ય સાથે ચેંડા ન થાય તે માટે ઘારીનું ઉત્પાદન કરતા ઉત્પાદકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન દરેક વિક્રેતાને ત્યાંથી મીઠાઈના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આં મીઠાઈનો રીપોર્ટ આવ્યા પછી જે પણ દુકાનદારની મીઠાઈમાં ભેળસેળ જણાશે તો તેની સામે કાયદાકીય પગલા લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp