61 વર્ષમાં પહેલીવાર રાજપથ પર પરેડ નહિ કરે વીરતા પુરસ્કાર માટે પસંદ કરાયેલા બાળકો

PC: twitter.com

બાળ વીરતા પુરસ્કાર માટે સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા 21 બાળકો આ વખતે રાજપથ પર ગણતંત્ર દિવસની પરેડમાં સામેલ થઈ શકશે નહીં. આવુ 1957 બાદ પહેલીવાર થઈ રહ્યુ છે. કારણ કે આ બાળકોની પસંદગી કરતી ઈન્ડિયન કાઉન્સિલ ફોન ચાઈલ્ડ વેલફેર (ICCW) પર નાણાકીય ગડબડીનો આરોપ લાગ્યો છે.

સરકાર દર વર્ષે પંડિત જવાહરલાલ નહેરુના જન્મદિવસે ઉજવાતા રાષ્ટ્રીય બાલ દિવસ પર મેઘાવી બાળકોને નેશનલ એવોર્ડ ફોર ચિલ્ડ્રન આપે છે. પરંતુ, આ વખતે આ પુરસ્કારોના નામ બદલીને વડાપ્રધાન રાષ્ટ્રીય બાલ પુરસ્કાર કરી દેવામાં આવ્યુ છે.

61 વર્ષથી ICCW દ્વારા પસંદ કરાયેલા બહાદુર બાળકો જ પરેડમાં સામેલ થતા હતા. પરંતુ, આ વખતે તેમની જગ્યાએ મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલય દ્વારા પસંદ કરાયેલા બાળકો પુરસ્કૃત થશે. પુરસ્કાર માટે 26 બાળકોની પસંદગી કરવામાં આવી છે. આ જ બાળકોને પરેડમાં સામેલ થવાનો મોકો મળશે. તેમાં પહેલા પાંચ શ્રેણિઓ હતી. આ વખતે બહાદુરી શ્રેણી પણ જોડવામાં આવી છે. બહાદુરી શ્રેણીમાં ત્રણ બાળકોની પસંદગી કરવામાં આવી છે. બે મધ્ય પ્રદેશ અને એક કર્ણાટકનો બાળક છે.

23 સપ્ટેમ્બર, 2019ના રોજ ગીર-સોમનાથના અરેઠિયા ગામમાં રહેતા 3 વર્ષીય જયરાજે પોતાના મિત્રને ખૂંખાર દીપડાના મોંઢામાંથી છોડાવ્યો હતો. આથી તેની પસંદગી રાષ્ટ્રીય વિરાત પુરસ્કાર માટે કરવામાં આવી હતી અને આગામી 26 જાન્યુઆરીએ પ્રણાલી મુજબ વડાપ્રધાનના હસ્તે તેને વીરતા પુરસ્કાર એનાયત થવાનો હતો. આથી, તેની તૈયારીના ભાગરૂપે જયરાજના પિતા તેને લઈને 14 તારીખે જ દિલ્હી પહોંચી ગયા હતા. પરંતુ, જે સંસ્થા દ્વારા દેશના સાહસિક બાળકોની પસંદગી કરવામાં આવતી હતી તેની સામે નાણાકીય ગડબડીનો આરોપ લાગતા દેશના બાળ વિકાસ મંત્રાલયે આ સંસ્થાને જ દૂર કરી દીધી છે. જેના પગલે દેશના સાહસિક બાળવીરો આ વર્ષે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર અને પરેડમાં ભાગ નહીં લઈ શકશે.

સમગ્ર ગુજરાતમાંથી વીરતા માટે પસંદગી પામનારા એકમાત્ર જયરાજને હવે વીરતા પુરસ્કાર ન મળવાના સમાચાર સાંભળીને તેના પરિવારજનો, ગ્રામજનો અને તેની શાળામાં હતાશા જોવા મળી રહી છે.

61 વર્ષોથી ICCW દ્વારા પસંદ કરાયેલા બહાદુર બાળકો જ પરેડમાં સામેલ થતા હતા. પરંતુ, આ વખતે તેમની જગ્યાએ મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલય દ્વારા પસંદ કરાયેલા બાળકોને પુરસ્કૃત કરવામાં આવશે. તેમની યાદી નીચે મુજબ છેઃ

ઈનોવેશન

મોહમ્મદ સુહેલ, અરુણિમા સેન, એ. યુ. નચિકેતા કુમાર (કર્ણાટક), અશ્વથ સૂર્યનારાયણ (તામિલનાડુ). નૈસર્ગિગ લૈંકા (ઓડિશા), માધવ લવકારે (દિલ્હી)

સોશિયલ સર્વિસ

આર્યમાન લખોટિયા (પશ્ચિમ બંગાળ), પ્રત્યક્ષ બી. આર. (કર્ણાટક), આઈના દીક્ષિત (ઉત્તર પ્રદેશ).

સ્કૉલેસ્ટિક

આયુષ્માન ત્રિપાઠી (ઓડિશા), મેઘા (રાજસ્થાન), નિશાંત ધનખડ (દિલ્હી)

આર્ટ એન્ડ કલ્ચર

રામ એમ. (તામિલનાડુ), દેવદુષ્યંત જોશી (ગુજરાત), વિનાયક એમ. (કર્ણાટક), આર્યમાન અગ્રવાલ (પશ્ચિમ બંગાળ), ટી. અતુલુ પાંડ્યા (મહારાષ્ટ્ર)

સ્પોર્ટ્સ

શિવાંગી, અનીશ (હરિયાણા). આર. પ્રાગનંદ્વા (તામિલનાડુ), એશો (અંડમાન), પ્રિયમ ટી. (આંધ્રપ્રદેશ), એ. દેવકુલે (મહારાષ્ટ્ર)

બહાદુરી

કાર્તિક ગોયલ, તેની બહેન આદ્રિકા ગોયલ (મધ્ય પ્રદેશ), નિખિલ જિતૂડી (કર્ણાટક).

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp