હવે બહાર નહીં તમારા ઘરે જ બનાવો ચોકલેટ મગ કેક

PC: skintdad.co.uk

સમગ્ર વિશ્વમાં ક્રિસમસ તહેવારને યાદગાર બનાવવા માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવે છે. ત્યારે ઘણાં લોકો આ દિવસ દરમિયાન નવા-નવા સ્થળો પર ફરવા પણ જાય છે. તો ઘણાં લોકો આ દિવસને યાદગાર બનાવવા માટે કેક કાપી સેલિબ્રેશન કરે છે. તો સાથે ઘણી અલગ-અલગ વાનગીઓ પણ બનાવે છે. ત્યારે આજે અમે તમારા માટે ક્રિસમસ સ્પેશિયલ મગ કેકની રેસિપી લઈને આવ્યા છીએ. સામાન્ય રીતે કેક બનાવવામાં અડધાથી એક કલાકનો સમય લાગે છે, પરંતુ તમે માત્ર પાંચ મિનિટમાં જ કેકનો આનંદ માણી શકો એવી મગ કેકની રેસિપી આજે અમે તમારી માટે લાવ્યા છીએ. જેમાં ચોકલેટ મગ કેકની રેસિપી લઈને આવ્યા છીએ. બસ તો ક્રિસમસના દિવસે સરળતાથી કેકની મજા માણવા માટે ચોક્કસથી અજમાવો આ મીઠી મગ કેકની રેસિપી.

સામગ્રી

4 ટેબલસ્પૂન મેંદો
5 ટેબલસ્પૂન ખાંડ
2 ટેબલસ્પૂન કોકો પાવડર
1 ટીસ્પૂન બેકિંગ પાવડર
1 નંગ ઈંડુ
3 ટેબલસ્પૂન દૂધ
3 ટેબલસ્પૂન બટર
1 ચપટી મીઠું
2 ટીપાં વેનિલા એસેન્સ

બનાવવાની રીત

સૌથી પહેલા બે માઈક્રોવેવ મગ લો. જે 250 મીલીના હોય. જો નાના લેશો તો કેક ફૂલીને બહાર નીકળી જશે. હવે એક મિક્ષિંગ બાઉલમાં મેંદો, કોકો પાવડર, બેકિંગ પાવડર, મીઠું અને દળેલી ખાંડ બરાબર ચાળી લો. ત્યાર બાદ તેને બંને મગમાં અડધા અડધા પ્રમાણમાં ઉમેરી દો. જે બાદ તેને ચમચીથી બરાબર મિક્ષ કરી લો. હવે એ જ ખાલી થયેલા મિક્ષિંગ બાઉલમાં દૂધ, બટર અને વેનિલા એસેન્સ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેમાં ઈંડુ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ચમચીથી બરાબર ફેંણી લો. હવે આ મિશ્રણને પણ બંને મગમાં અડધું-અડધું ઉમેરી દો. હવે બંને મગના મિશ્રણને ચમચીની મદદથી બરાબર ફેંટી લો. એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી લો. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, લોટ તળિયે ચોંટેલો ના હોવો જોઈએ. લોટના ગઠ્ઠા ના રહે એ રીતે બરાબર ફેંટી લો. એક જ મગ (ઓવન) માઈક્રોવેવમાં મૂકીને બેક કરી લો. મધ્યમ તાપે બે મિનિટ માટે બેક કરો. ત્યાર બાદ ટૂથપીક નાખીને ચેક કરી લો કે, કેક તૈયાર થઈ ગઈ છે કે નહીં. જો થઈ ગઈ હોય તો કાઢીને બીજો મગ મૂકી દો. તૈયાર છે પાંચ મિનિટમાં તૈયાર થતી મગ કેક.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp