Video: સ્ત્રીમાંથી પુરુષ બન્યા બાદ કોન્સ્ટેબલે કર્યા લગ્ન, કહ્યું-ખુશીથી જીવીશ

PC: twimg.com

મહારાષ્ટ્રમાં પોલીસ કોન્સ્ટેબલ લલિત સાલ્વે, જેમણે એક વર્ષ પહેલા સેક્સ ચેન્જની સર્જરી કરાવી હતી, તેણે 16 ફેબ્રુઆરીના રોજ એક મહિલા સાથે લગ્ન કરી લીધા. સાલ્વે જેની લલિતાથી લલિત બનાવાની સફર ઘણી પડકારભરી રહી હતી. તેણે મે 2018માં મુંબઈના રાજકીય સેંટ જોર્જ હોસ્પિટલમાં સેક્સ રિઅસાઈનમેંટ સર્જરીના પહેલા સ્ટેજને પાર કર્યું હતું.

મે મહિનામાં બીજા સ્ટેજનું ઓપરેશ કર્યા બાદ બીડ જિલ્લાના રાજેગામના નિવાસી સાલ્વેને છેલ્લે એક નવી ઓળખ અને નામ મળી ગયું- લલિત. સર્જરી પછી સાલ્વેને મહારાષ્ટ્ર પોલીસમાં એક પુરુષ કોન્સ્ટેબલનો લાભ મળવો શરૂ થઈ ગયો. સાલ્વેએ એક નાના સમારંભમાં રવિવારે ઔરંગબાદ શહેરમાં એક મહિલા જોડે લગ્ન કરી લીધા.

સાલ્વેએ કહ્યું કે, મને ત્રણ સ્ટેજની સેક્સ સર્જરી બાદ એક નવો જનમ મળ્યો છે. મેં લગ્ન બાદ એક નવા જીવનની શરૂઆત કરી છે. અને હવે ખુશીથી રહીશ. મારા પરિવારના સભ્યો અને સંબંધીઓ મારા લગ્નથી ખુશ છે.

2014માં ટ્રાંસસેક્સુઅલ લિંગના લક્ષણો દેખાયા બાદ લલિતા(હવે લલિત) સદમામાં ચાલી ગઈ હતી. તેના જીનમાં Y સ્ટેટસ હોવાના કારણે તે પુરુષોના બદલે મહિલાઓ પ્રત્યે આકર્ષાવા લાગી હતી. ઘણાં ટેસ્ટ બાદ, ડૉક્ટરોએ તેને 2016માં સ્થાયી ઉપાય હેઠળ લિંગ પરિવર્તનની સર્જરી કરાવવાની સલાહ આપી હતી. પોલીસ દળમાં સામેલ થયા બાદ, તેણે રાજ્ય વિભાગ જોડે સંપર્ક કરેલો જેથી તે સેક્સ સર્જરી કરાવી શકે.

વિભાગે ત્યારે તેની અરજી નકારી દીધી હતી. કારણ કે પુરુષો અને મહિલા કોન્સ્ટેબલો માટે પાત્રતા માપદંડ જુદા જુદા હોય છે. જેમાં ઊંચાઈ અને વજન સામેલ છે. કોન્સ્ટેબલે 1 મહિનાની રજા માગી હતી. જેથી સેક્સ રિઅસાઈનમેંટ સર્જરી કરાવી શકાય. સરકારી સિસ્ટમ સામે લડીને આખરે લલિતને 1 મહિનાની રજા મળી અને તેણે તેના છેલ્લા અને ત્રીજા સ્ટેજની સર્જરી કરાવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp