લોકડાઉનને આ રીતે બાળકો માટે બનાવો રસપ્રદ

PC: cdnparenting.com

આપણે સૌ ઘરોમાં લોક છીએ, એ વાતને એક અઠવાડિયાથી વધુ સમય થવા આવ્યો છે અને પરિવારમાં સૌ કોઈ પહેલાથી જ ટેન્શનમાં છે. આ સમય મુશ્કેલ જરૂર છે, પરંતુ આ સમયે આપણે સૌને એક વસ્તુની જરૂર છે, જે આપણને ઘરે બાળકોની સાથે દિવસભરની યોજના બનાવવામાં મદદ કરશે. જેથી દિવસના અંતે કોઈના પણ ચહેરા પર ઉદાસી ના હોય.

કોરોના વાયરસને કારણે આપણે કોઈપણ આઉટિંગ અથવા વીકેન્ડ માટે બહાર નથી જઈ શકતા. આ નિશ્ચિતરૂપે પડકારનો સમય છે અને એવામાં પેરેન્ટ્સ માટે સૌથી મોટો પડકાર આ સમયમાં પોતાના બાળકોને ખુશ રાખવાનો છે. તો તમે પણ તમારા પરિવારજનોને ખુશ રાખી શકો તે માટે અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છેઃ

યોજના બનાવો

ભલે તમે ઘરે જ કેમ ના હો, દરેક વસ્તુ માટે પ્લાન બનાવવો ખૂબ જ જરૂરી છે. ભલે પછી તે ઓફિસ માટે હોય કે પછી કિચન માટે. એ જ રીતે તમારા બાળકોને અલગ-અલગ એક્ટિવિટીમાં વ્યસ્ત રાખવા માટે આગલા દિવસે જ પ્લાન બનાવી લો. તેમાં કઈ-કઈ એક્ટિવિટી કરાવશો, તેને માટે કઈ-કઈ વસ્તુઓની જરૂર પડશે, વગેરે. જેથી તમે ઘરે બેઠાં તમારું કામ પણ કરી શકશો અને બાળકોને ખુશ અને વ્યસ્ત પણ રાખી શકશો.

તેમને રૂટિન કામો શીખવો

આ સમયમાં તમે તમારા બાળકોને રૂટિન કામ પણ શીખવી શકો છો, કારણ કે તે છોકરા અને છોકરી બંને માટે જરૂરી છે. આ કૌશલ્ય જીવનમાં સૌને કામમાં આવે છે. તો આ સમયમાં તમે તમારા બાળકોને એક્ટિવિટીમાં વ્યસ્ત રાખવાની સાથોસાથ તેમને આ જરૂરી કૌશલ્ય પણ શીખવી શકશો. તેમને રોટલી બનાવતા, ટેબલ સેટ કરતા, છોડને પાણી પીવડાવતા, કપડાં ઘડી કરતા શીખવવાનો પ્રયત્ન કરો.

સ્કૂલ બંધ, પરંતુ શીખવાનું હજુ પણ ચાલુ

સ્કૂલ બંધ થવાનો એ મતલબ નથી કે બાળકો હવે કંઈ જ નહીં શીખી શકે. એવી ઘણી યૂટ્યૂબ ચેનલ્સ છે, જેવી કે- ચેનલ મમ, ટૂનીઆર્ક્સ, ચૂચ ટીવી વગેરે, એઆર એપ્સ, જેવી કે સ્પેસવોર અપરાઈઝિંગ, કિડોપિયા વગેરે અને લર્નિંગ વેબસાઈટ્સ જેવી કે- કિડ્સવેબઈન્ડિયા, ચંદામામા, સ્ટારફોલ વગેરે, જેના દ્વારા તમે પોતાના બાળકોને ઘણા સારા કોર્સ વિશે અભ્યાસ કરાવી શકો છો. એ સુનિશ્ચિત કરો કે આવા સમયમાં તેમને કંઈ નવું શીખવાથી નુકસાન ના થાય.

બાળકોને કાઉચ પોટેટો બનવાથી બચાવો

ઘણા રસપ્રદ એનિમલ ફ્લો યોગ છે, જે બાળકોને વ્યાયામની સાથોસાથ તેમને ફિટ રહેવા માટે પણ મદદ કરી શકે છે. પોતાના દિવસની શરૂઆત પરિવારની સાથે એક્સરસાઈઝથી કરશો તો તે વધુ સારું રહેશે. યાદ રાખો તમે હમણાં બાળકોને જે શીખવશો, તે તેમની આદત બની શકે છે. તમે બાળકોને શાંત કરવા માટે અને કામ (Calm) અને બ્રીધ (Breathe) જેવી એપ્સનો ઉપયોગ પણ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp