શ્વાસથી ફેલાય છે ભયાવહ કોરોના વાયરસ, ચીનથી આવનારા હવાઈ યાત્રિની થશે સ્ક્રીનિંગ

PC: ndtvimg.com

ચીન અને હોંગકોંગથી ભારત આવનારા દરેક હવાઈ મુસાફરોની ભારતના એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. ચીનના હુબેઈ પ્રોવિંસના વુહાનમાં ડિસેમ્બર મહિનાથી ફેલાયેલા નોવેલ કોરોના વાયરસને લઈને ચીનથી આવનારા યાત્રીઓને લઈને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દરેક એરપોર્ટ પર એડવાઈઝરી જાહેર કરીને ચીન અને હોંગકોંગથી આવનારા મુસાફરોની એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગને લઈને કડક તૈયારીઓ કરવાનો આદેશ આપી દીધો છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દેશના 7 એરપોર્ટ જેમાં દિલ્હી, કોલકત્તા, ચેન્નઈ, મુંબઈ, બેંગલોર, હૈદરાબાદ, કોચી સામેલ છે. આ એરપોર્ટને ચીન અને હોંગકોંગથી આવનારા મુસાફરોની સ્ક્રીનિંગને લઈને દરેક તૈયારીઓ કરવાનો આદેશ આપી દીધો છે.

આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલય પણ નોવેલ કોરોના વાયરસને લઈને એડવાઈઝરી બહાર પાડી ચૂક્યું છે. એવામાં તમને થઈ રહ્યું હશે કે, આ વાયરસ છે શું? જાણો આ વાયરસ વિશે..

શું છે નોવેલ કોરોના વાયરસઃ

WHO અનુસાર, કોરોના વાયરસનો સંબંધ સી-ફૂડ સાથે છે. કોરોના વાયરસની ખતરનાક વાત એ છે, આ વાયરસ ઉંટ, બિલાડી અને ચામરચીડિયાં સહિત ઘણાં પ્રાણીઓમાં પ્રવેશ કરી રહ્યો છે. અને લોકોને બીમાર કરી રહ્યો છે. આ વાયરસ શ્વાસ દ્વારા ફેલાય છે અને તેમાં વાયરલ મ્યૂટેશન હોવાની કે વાયરસ વધારે ફેલાવવાની સંભાવના બને છે.

અત્યાર સુધીમાં આ વાયરસે ચીનમાં 6 લોકોનો ભોગ લીધો છે. આ વાયરસને કારણે સામાન્ય શરદીથી લઈને એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ જેવી બીમારીઓ થઈ રહી છે. ચીનમાં અત્યાર સુધીમાં 300થી વધારે લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે.

લક્ષણોઃ

આ વાયરસ માણસની કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. સામાન્ય રીતે આ વાયરસના લક્ષણ ન્યૂમોનિયા જેવા હોઈ શકે છે. જેમાં શરદી, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી, તાવ જેવા લક્ષણો જોવા મળે છે. આ વાયરસ ગ્રસ્ત લોકોમાં શ્વાસની સમસ્યા, તાવ, ખાંસી જેવી સમસ્યાઓ જોવા મળશે. વધારે ગંભીર મામલાઓમાં સંક્રમણને કારણે ન્યૂમોનિયા, સીવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ, કિડની ખરાબ થવી અને મોત થઈ શકે છે.

ઉપાયઃ

  • ચીન, હોંગકોંગ, સિંગાપુર, જાપાન, થાઈલેન્ડ જેવા સ્થળોએ જવાનું ટાળો. જ્યાં આ વાયરસ ફેલાયેલો છે.
  • એવા લોકોથી દૂર રહો જેમને આ વાયરસ છે.
  • આ વાયરસનો સંબંધ સી-ફૂડથી છે. તો તેને ખાવાનું ટાળો.
  • હાઈજીન પર ધ્યાન આપો. સેનિટાઈઝરનો ઉપયોગ કરો.
  • માસ્ક વિના બહાર નહીં નીકળો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp