ડાયાબિટીસના દર્દી હો તો કોરોનાની ત્રીજી લહેર પહેલા થઈ જજો સાવધાન

PC: zeenews.india.com

કોવિડ-19ની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરનું જોખમ મંડરાઈ રહ્યું છે. ડૉક્ટર્સનું કહેવુ છે કે, અનિયંત્રિત સુગર કોવિડ સંક્રમણમાં ઘાતક સાબિત થઈ શકે છે. કોવિડકાળમાં ડાયાબિટીસના દર્દીઓ માટે સુગરને નિયંત્રિત રાખવું વધુ પડકારજનક બની ગયુ છે, ડાયાબિટીસ જો અનિયંત્રિત હોય તો તેનાથી કોવિડની સારવાર પણ પ્રભાવિત થાય છે. એવામાં ડાયાબિટીસથી ગ્રસ્ત અને બ્લડ સુગરના સ્તરમાં સતત વૃદ્ધિ થઈ રહી હોય, તો તમારે શું કરવું જોઈએ?

AIIMSના એંન્ડોક્રિનોલોજી અને મેટાબોલિઝ્મ વિભાગના વડા ડૉ. નિખિલ ટંડને કોવિડ અને ડાયાબિટીસ વિષય પર પોતાનો મંતવ્ય વ્યક્ત કર્યું છે. ડૉ. નિખિલ કહે છે કે, વાયરસ સંક્રમણથી બ્લડ સુગરનું સ્તર વધી જાય છે. તેનું કારણ એ પણ છે કે, કોઈપણ સંક્રમણ અથવા વાયરલ તાવ બ્લડ સુગરના સ્તરને વધારી શકે છે. કેટલાક મામલાઓમાં એ સંક્રમણની સારવાર માટે આપવામાં આવતી દવાઓ બ્લડ સુગરના સ્તરમાં એ વૃદ્ધિનું કારણ બની શકે છે. જો સુગર એક હદ કરતા વધુ વધે, તો ગંભીર અવસ્થામાં પહોંચી જાય છે.

તેનું એક ઉદારહણ કોવિડ-19 મામલામાં સાઈટોકાઈન સ્ટોર્મ છે. અગ્નાશય દ્વારા સંતુલિત સ્ત્રાવની સાથોસાથ ઈન્સુલિન માટે ટીશ્યૂની સંવેદનશીલતા બંનેને પ્રભાવિત કરે છે. ઈન્સુલિન ટીશ્યૂમાં ગ્લુકોઝની ગતિને સુગમ બનાવે છે અને કોઈપણ ખરાબીથી લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધી જાય છે. કોવિડ-19ના મામલામાં મધ્યમથી ગંભીર બીમારીવાળા રોગીને સ્ટીરોઈડ આપવાની આવશ્યકતા ઊભી થઈ શકે છે, જેનાથી રોગીઓના રક્તમાં સુગરના સ્તરમાં પણ વૃદ્ધિ થઈ શકે છે.

ડૉ. ટંડને વધુમાં કહ્યું હતું કે, લાંબા સમયથી અને ખરાબ નિયંત્રિત ડાયાબિટીસ ધરાવતા લોકોમાં તે કિડની અથવા હૃદય રોગ જેવી ડાયાબિટીસ સંબંધી જટિલતાઓવાળા લોકોમાં, કોવિડ-19નું પ્રબંધન વધુ જટિલ હોઈ શકે છે. આવા દર્દીઓમાં રોગનું કોર્સ વધુ ગંભીર બની શકે છે, જેમાં આક્રામક પ્રબંધનની આવશ્યકતા હોય છે, જેમાં ઓક્સિજન, વેન્ટિલેટર, ICU દેખરેખ વગેરેની આવશ્યકતા સામેલ હોય છે.

આવા રોગીઓમાં કોવિડ-19નું પ્રબંધન ડાયાબિટીસની સારવારને વધુ મુશ્કેલ બનાવી શકે છે. દાખલા તરીકે, સ્ટીરોઈડનો પ્રયોગ જે કોવિડ-19 સારવારનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. સ્ટીરોઈડ બ્લડ સુગર નિયંત્રણમાં મહત્ત્વપૂર્ણ ઘટાડાનું કારણ બની શકે છે. આથી, ડાયાબિટીસના દર્દીઓએ હંમેશાં ઈન્સુલિનના આહારની સાથે ઉપચારની આવશ્યકતા હોય છે. સ્ટીરોઈડ થેરાપી ઉપરાંત, બીમારી દરમિયાન ઘણા અન્ય કારક પણ છે, જે બ્લડ સુગરના સ્તરમાં આ વૃદ્ધિમાં યોગદાન કરે છે, જેમ કે દર્દીના આહારની આદતોમાં બદલાવ.

બીમારીનો તણાવ અને દર્દીના નિયમિત ભોજન અને વ્યાયામના નિયમોનું પાલન કરવામાં અસમર્થતા પણ બ્લડ સુગરના સ્તરને વધારી શકે છે. કોવિડ-19ના સમયે જો આપણે છેલ્લાં ત્રણ મહિનાની સરેરાશ ગ્લૂકોઝની જાણકારી આપનારા HBA1C ટેસ્ટ કરાવીએ અને રિઝલ્ટમાં તેના સ્તરમાં વધારો સામે આવે, તો તેનો મતલબ છે કે વ્યક્તિ કોવિડ-19 સંક્રમિત થતા પહેલાથી જ ડાયાબિટીસનો દર્દી હતો.

જો HBA1C સામાન્ય આવે તો આપણે કોવિડથી સાજા થયા બાદ બ્લડ સુગરના સ્તરની ફરીવાર તપાસ કરાવવી જોઈએ. જો આ દરમિયાન સ્ટીરોઈડ થેરાપીને બંધ કરી દેવામાં આવી હોય, તો ત્યારબાદ ગ્લુકોઝનું સ્તર સામાન્ય થઈ જશે. જો બીમારીથી સાજા થવા અને સ્ટીરોઈડ અથવા બંને બંધ કર્યાના થોડાં અઠવાડિયા બાદ પોસ્ટ કોવિડ પણ બ્લડ સુગર હાઈ રહે છે, તો તે ડાયાબિટીસના કારણે થનારા કોવિડની સંભાવનાને વધારી દેશે.

જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય તો તેમણે પોતાને ગંભીર સંક્રમણથી બચાવવા માટે શું કરવું જોઈએ. આ સવાલના જવાબમાં ડૉ. ટંડને કહ્યું હતું કે, ડાયાબિટીસથી કિડની, હૃદય અને આંખોમાં જટિલતાઓ થઈ શખે છે. આવા રોગીઓએ વધુ સાવધાન રહેવાની જરૂર છે અને તેમણે પોતાના બ્લડ સુગરના સ્તરને નિયંત્રણમાં રાખવા માટે દરેક સંભવિત પ્રયાસ કરવા જોઈએ.

તેમણે પોતાના આહાર, વ્યાયામ અને દવા અંગે ખૂબ જ સાવધાની અને સતર્કતા રાખવાની જરૂર છે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, આવા રોગીઓમાં ગંભીર કોવિડ-19 રોગ વિકસિત થવાનું વધુ જોખમ હોય છે, આથી તેમણે વેક્સીન અવશ્ય લેવી જોઈએ. વેક્સીન ગંભીર બીમારી અને મૃત્યુદરની સંભાવનાને ખૂબ જ ઓછું કરી દે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp