મોટી ઉંમરે માતા બનનારી મહિલાઓને થઈ શકે છે આ મુશ્કેલી

PC: theblaze.com

એક રીસર્ચમાં જોવા મળ્યું છે કે મોટી ઉંમરમાં માતા બનનારી મહિલાઓની છોકરીઓને પોતાના જીવનમાં ગર્ભધારણ કરવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એક શોધ પ્રમાણે મોટી ઉંમરમાં બાળકોને જન્મ આપનારી મહિલાઓના જીન્સ તેની પુત્રીમાં પણ આવી શકે છે અને જેને કારણે તેમને આગળ જઈને ગર્ભધારણ ન કરી શકવાનો ખતરો ઊભો થઈ શકે છે.

એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે ઉંમર વધવાની સાથે-સાથે મહિલામાં બાળકો પેદા કરવાની ક્ષમતામાં પણ ઘટાડો થતો જાય છે. આ નબળા જીન્સ ગર્ભધારણ દરમિયાન તેમની છોકરીઓમાં પણ ટ્રાન્સફર થઈ શકે છે. તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે પિતાની ઉંમરને લઈને તેના પ્રજનનીય જીન્સ પર કોઈ અસર થતી નથી, પરંતુ માની ઉંમરની આસર જરૂરથી થાય છે.

એટલાન્ટાના એક વૈજ્ઞાનિક પીટર નેગીએ કહ્યું હતું કે, 'એક મહિલાની પ્રજનન સંબંધિત ઉંમર માત્ર તેના માટે જ નહં પરંતુ તેના સંતાન માટે પણ મહત્ત્વ ધરાવે છે. આજના સમયમાં યુવા વર્ગમાં 30 વર્ષની ઉંમર પછી બાળક લાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આવા પતિ-પત્નીના સંતાનોને ભવિષ્યમાં પ્રજનન સંબંધી ટ્રીટમેન્ટ કરાવવાની નોબત આવી શકે છે. જેમના મા 25-28 વર્ષની ઉંમરમાં પ્રેગનેન્ટ થઈ ગઈ હતી તેમની છોકરીઓ પ્રેગનેન્ટ થઈ પરંતુ જેમના મા-બાપે 28 વર્ષથી વધુના ઉંમરવાળા હતા તેમની છોકરીઓને પ્રેગનેન્ટ થવામાં મુશ્કેલી આવી હતી.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp