દીપિકા પાદૂકોણે જણાવ્યું તેની ચમકતી ત્વચાનું રહસ્ય

PC: twitter.com

અભિનેત્રી દીપિકા પાદૂકોણ બોલિવુડ ઈન્ડસ્ટ્રીની સૌથી સફળ અભિનેત્રી છે. તેણે પોતાના શાનદાર અભિનયથી પોતાની એક અલગ જ ઓળખ ઉભી કરી છે. તે ઈન્ડસ્ટ્રીમાં સ્ટીરિયોટાઇપ્સ બ્રેક કરવા માટે જાણીતી છે.

અભિનેત્રી દીપિકા પાદૂકોણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાના ચાહકો સાથે કનેક્ટ રહેવાનું પસંદ કરે છે. પોતાના અભિનય સિવાય તે પોતાની ફિટનેસને લઈને પણ હંમેશાં ચર્ચામાં રહે છે. તે બોલિવુડની સૌથી સ્લિમ અભિનેત્રીઓમાંની એક છે.

આ અભિનેત્રીની ખૂબસૂરતીની ચર્ચા ચારે તરફ થાય છે. ત્યારે હવે આ અભિનેત્રીએ પોતાની ચમકતી ત્વચા અને તાજગીનું રહસ્ય પોતાના ચાહકો સાથે શેર કર્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જે વીડિયોમાં તે પોતાના મનપસંદ વોટર સીપર સાથે જોવા મળી હતી. ઘણા બધા અલગ-અલગ વિઝ્યુઅલ ભેગા કરીને આ અભિનેત્રીએ વીડિયો શેર કર્યો છે. જેમાં તેને પોતાના વોટર સીપરનો ઉપયોગ કરતી જોઈ શકાય છે.

તેણે આની સાથે કેપ્શનમાં લખ્યું છે કે ફક્ત અમે બે અભિનેત્રીઓ પોતાના આવી રહેલા પ્રોજેક્ટનું શૂટિંગ કરવાના સમયે  પોતાની સાથે વોટર બોટલ રાખતા હતા અને સમય-સમય પર બોટલમાંથી વોટર સિપ પણ કરતા હતા. અભિનેત્રી દીપિકા  નિયમિત પાણી પીવાની ટેવને પોતાની ચમકતી ત્વચાનું રહસ્ય માને છે.

ખાસ કરીને તે જ્યારે કામ કરી રહી હોય છે ત્યારે તે રેગ્યુલર ઇન્ટરવલમાં પાણી પીવાનું પસંદ કરે છે. અભિનેત્રીએ પોતાના ચાહકોને પૂછ્યું કે તેઓના સિપરનું નામ શું રાખવામાં આવે? ત્યારે તેના ચાહકોએ પણ અલગ-અલગ નામ આપવાના શરૂ કરી દીધા એકે કહ્યું ડીપ-સિપ, એક અન્ય યૂઝરે કહ્યું ડીપી-સિપી આમ યુઝર્સે પોતાના અલગ-અલગ સઝેશન આપ્યા.

દીપિકા પાદૂકોણ ફિટનેસને લઈને ચિંતા રાખતી હોવાની વાત સૌ કોઈ જાણે જ છે. અભિનેત્રી વર્કઆઉટ તો કરે જ છે એ સિવાય તે ઘરના કામમાં પણ હંમેશાં વ્યસ્ત રહેતી હોય છે. ત્યારે તેના હસબન્ડ રણવીર સિંહે તેના વિશે વાત કરતા એકવાર કહ્યું હતું કે, કોઈ કામ ન હોય તો પણ દીપિકાના હાથ-પગ 24 કલાક ચાલતા જ રહે છે તે ખાલી બેસવાનું પસંદ કરતી નથી.

અહીં તમને જણાવી દઈએ કે, દીપિકા પાદૂકોણ હાલના સમયમાં શાહરૂખ ખાનની સાથે મોસ્ટ અવેટેડ ફિલ્મ પઠાનના શૂટિંગમાં વ્યસ્ત છે. તે આ શૂટિંગના કામથી હાલ સ્પેન ગઈ છે. આ સિવાય તે ફાઈટર ફિલ્મમાં પણ ઋત્વિક રોશન અને અનિલ કપૂરની સાથે જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp