અમદાવાદના SP રીંગ રોડ પર જો બેફામ સ્પીડે ગાડી ચલાવશો તો ભેરવાશો, ગાડી જપ્ત પણ...

PC: dnaindia.com

અમદાવાદને સૌરાષ્ટ્ર સાથે જોડતા એસપી રીંગરોડ પર બેફામપણે ચાલતા વાહનોને હવે બ્રેક મારવાનો સમય આવી ગયો છે, કેમ કે તમામ વાહનો પર હવે પોલીસ અને આધુનિક ઉપકરણોની નજર હશે. જે વાહનની સ્પીડ વધુ હશે તે વાહનને જપ્ત કરવા સુધીના પગલાં લેવાશે.

અમદાવાદ સિટી પોલીસે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા)ને વિનંતી કરી છે કે સ્પીડ લિમિટ બોર્ડ રસ્તા પર ઇન્સ્ટોલ કરવામાં આવે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓનો દાવો છે કે તેઓએ એપ્રિલના રોજ રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી તેમા આ મુદ્દો ઉઠાવ્યો હતો. શહેર પોલીસ એઆઇ પાવર્ડ સ્માર્ટ કેમેરા અને સ્પીડગનથી સજ્જ ટ્રાફિક પોલીસમેન ગોઠવવાનું આયોજન ધરાવે છે. આના દ્વારા તેઓ ઓવરસ્પીડિંગ વાહનોને ચકાસીને દંડ ફટકારી શકશે.

શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન એસપી રિંગ રોડ પર અકસ્માતના પાંચ મહત્વનો હોટસ્પોટ ઓળખી કાઢવામાં આવ્યા છે. રિંગ રોડ પર સ્પીડ લિમિટ બોર્ડ મૂકવા તે રોડ સેફ્ટી કાઉન્સિલનો એજન્ડા છે.

તાજેતરમાં સ્વતંત્ર ઇન્સ્ટિટ્યુટ દ્વારા કરવામાં આવેલા વ્હીકલ સ્પીડ ઓડિટમાં એસપી રિંગ રોડ પરના કેટલાક સ્થળો જોખમી હોવાનું જણાયું હતું. આ સ્થળોએ પ્રતિ કલાક 72 કિ.મી. અને 80 કિ.મી.થી વધુ ઝડપે વાહનો દોડે છે. એસપી રિંગ રોડ પર છેલ્લા દાયકામાં 482 જોખમી અકસ્માત થયા છે. તેમા 137ના મોત થયા છે અને 144ને ગંભીર ઇજા થઈ છે.

એસપી રિંગ રોડ પરના જોખમી સ્ટ્રેચિસમાં ઓઢવ જંકશન અને નરોડાના સ્ટ્રેચનો સમાવેશ થાય છે. રોડના પશ્ચિમી હિસ્સામાં જોઈએ તો મોટાભાગના અકસ્માત બોપલ જંકશન નજીક થયા છે. અસલાલી અને અડાલજ સર્કલે પણ મહત્તમ અકસ્માત થયા છે. એસપી રીંગરોડ પર એવા 16 સ્થળો છે કે જ્યાં અકસ્માતની સંભાવના વધારે જોવા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp