શું તમે પણ ભોજન લીધા બાદ આ પીણાંનું સેવન કરો છો? તો ચેતી જજો

PC: yeb.com.mm

સ્વસ્થ રહેવા માટે સંતુલિત આહારનું સેવન કરવું ખૂબ જરૂરી હોય છે. તે સિવાય પાણીની ઉણપથી પણ ઘણાં પ્રકારની સમસ્યાઓ આવે છે કારણ કે શરીરનો 60થી70 ટકા ભાગ પાણીથી બનેલો હોય છે. આ પદાર્થ પીવાના પણ કેટલાક નિયમ છે. આ વાત આપણે બધાં જાણીએ છીએ કે ભોજનના તુરંત બાદ પાણીનું સેવન શરીરને નુકસાન પહોચાડી શકે છે, પરંતુ ફરી પણ કેટલાક લોકો સ્વાદના ચક્કરમાં ભોજન પછી કઇંને કંઇ પીવે છે. ત્યારે ભોજન લીધા બાદ શું પીવું જોઇએ અને શું ના પીવું જોઇએ તે વાતની માહિતી હોવી ખૂબ જરૂરી હોય છે, જેથી સ્વાસ્થ્યને કોઇ રીતનું નુકાસાન ના પહોચી શકે.

ચા બને છે અપાચનનું કારણ

કેટલાક લોકોને ભોજન લીધા બાદ ચા પીવાની ટેવ હોય છે. જેથી અપાચનની સમસ્યા ખૂબ વધે છે. આ સમયે ચા પીવાથી ભોજન હેઠળ શરીરને મળી રહેલા પોષણ પણ અધૂરા રહી જાય છે. જોકે ભોજન લીધા બાદ ચા પીવી છે તો અડધી કલાક પછી પીઓ.

પાણીથી બને છે ગેસ

ભોજન લીધા બાદ પાણી પીવાના ફાયદાની જગ્યાં પર નુકસાન પહોચે છે. જેના કારણે પાચન ક્રિયા બગડવી, અપાચન અને ગેસની સમસ્યાં બની રહે છે. ત્યારે ભોજન લીધાના એક કલાક બાદ પાણી પીઓ.

ફોકી છે ગુણકારી

ફોકી વધું પીવી નુકસાનકારક છે પરંતુ જમ્યા બાદ એક કપ કોફી પીવી યોગ્ય રહેશે. થોડું જમ્યા બાદ ભારીપન અનુભવો છો તો ફોકી પીવાથી આ સમસ્યા દૂર થાય છે. કોફી ભોજન પચાવવામાં સહાયક છે પરંતુ એક કપથી વધું ફોકી ના પીઓ.

પચવામાં સરળ રહેશે લીંબુની ચા

લીંબૂની ચા ભોજનને પચવનારા એઝાઇમ્સને ઠીક કરવામાં સહાયક હોય છે. ભોજન બાદ લીબુંની ચાનું સેવન કરવું ફાયદાકારક છે. તે સિવાય જે લોકોને પેટથી સંબંધિત સમસ્યા છે તેને જમ્યા બાદ લીબુંની ચા પીવી જોઇએ.

દહી છે ફાયદાકારક

દહીંમાં ભોજનને પચાવનારા પોષક તત્વ છે.આ પેટને પણ તંદુરસ્ત રાખે છે. દહીંથી બનેલી છાશ ગુણકારી હોય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp