શું તમે જાણો છો આદુના ફાયદા?

PC: hindustantimes.com

આદુ એક સારી જડીબુટ્ટી છે જેને વિશ્વભરમાં મસાલાનાં રુપમાં પ્રયોગ કરવામાં આવે છે. શિયાળાની ઋુતુમાં આદુ ખાવાથી શરદી-ઉધરસ, તાવ, શ્વાસ જેવી મુશ્કેલીઓથી બચી શકાય છે. આદુમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, આયરન, કેલ્શિયમ જેવા પોષક તત્વો મળી આવે છે, જે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે કામ કરે છે.

આવો જાણીએ આદુના ફાયદા:

જો તમને ભૂખ નથી લાગતી તો આદુ કમાલની અસર બતાવશે. આદુને ઝીણુ કાપીને તેમાં થોડું મીઠું મિલાવી દો અને રોજ એક વાર આખા અઠવાડીયા સુધી થોડુ થોડુ ખાઓ. તમારુ પેટ પણ સાફ રહેશે અને ભૂખ પણ લાગશે. ઠંડી, ફ્લૂ જેવા રોગોમાં ફાયદાકારક હોવા ઉપરાંત આદુ ડાયેરિયા અને ફૂડપોઇજનિંગ જેવી બીમારીઓ માટે લાભકારક છે. એને નિયમિત લેવાથી પાચનશક્તિ પણ સારી રહેશે. આદુને રોજ ખોરાકમાં લેવાથી માઇગ્રેનની બીમારીમાંથી પણ રાહત મળે છે. પિરિયડ સમયે પેટના દુખાવામાં બ્રાઉનશુગર અને આદુની ચા પીવાથી આરામ મળે છે. શુગરની ફરિયાદ વાળા વ્યક્તિ જો નિયમિત રીતે આદુનું સેવન કરે તો કિડનીને નુકશાનની આશંકા ઘણી ઓછી થઇ જાય છે. પ્રેગ્નેન્સી સમયે થવા વાળી મોર્નિંગ સિકનેસને દૂર કરે છે. આદુ આમ પણ ઘણું પ્રભાવશાળી છે, જેમકે વિટામીન બી-6 ની ગોળી. ડાયેરિયા દરમ્યાન થવા વાળા નોઝીયામાં પણ લાભકારક છે. આદુ એક સરસ દર્દનાશક છે. ઉધરસ, તાવ અને માથું દુખતુ હોય ત્યારે તેનુ સેવન કરવું જોઇએ. હીટબર્નને દુર કરવા માટે આ ઘણુ ફાયદાકારક ઔષધી છે. આવી સ્થિતિમાં તેને ચા નાં રુપમાં લેવુ વધારે સારુ છે. સ્કિનને સુંદર અને ચમકદાર બનાવવી હોય તો રોજ સવારે ખાલી પેટ આદુનો એક નાનો ટુકડો ગરમ પાણીની સાથે ખાઓ. એનાથી તમારી સ્કિન નિખરી ઉઠશે. કબજિયાત થી હેરાન છો તો અજમો અને લીંબુના રસમાં થોડુ મીંઠુ ભેળવી દો. તેમાં આદુ ભાળવીને ખાઓ, ઘણો લાભ થશે. આદુનો પાવડર ઓવેરિયન કેંસરના ઇલાજમાં પણ કામ આવે છે. એક શોધમાં જાણવા મળ્યુ છે કે આદુમાં રહેલ તત્વ ઓવેરિયન કેંસરના સેલને મારી નાખે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp