ક્લાસમાં Doodling માટે લોકો હેરાન કરતા, રેસ્ટોરન્ટ ડેકોરેટ કરવાની મળી ઓફર

PC: boredpanda.com

આ વ્યક્તિમાં તો ટેલેન્ટ કૂટી કૂટીને ભરેલું છે. એવી કહેવત આપણે ત્યાં પ્રચલિત છે. તેનું જીવંત ઉદાહરણ છે 9 વર્ષનો આ બાળક. Joe Whale ઈંગ્લેન્ડમાં રહે છે. જેની પાસે અદ્ભૂત કળા છે.

9 વર્ષનો Joe ખૂબ જ સરસ Doodling Art કરે છે. ઈંગ્લેન્ડમાં રહેનારો આ બાળક ગજબનું ડ્રોઈંગ કરે છે. તેણે 4 વર્ષની ઉંમરમાં જ ડ્રોઈંગ કરવાની શરૂઆત કરી હતી. ધીમે ધીમે તેની Doodling સુધરતી ગઈ અને તેના માતા-પિતાએ તેનું એડમિશન ડ્રોઈંગ ક્લાસમાં કરાવી નાખ્યું. તે દરમ્યાન Joeની ડ્રોઈંગને લેઈને તેને ક્લાસમાં ખૂબ જ હેરાન કરવામાં આવતો. તેમ છતાં તેણે Doodling કરવાનું છોડ્યું નહિ. તેની આ કળાએ તેને ઈંગ્લેન્ડમાં સ્ટાર બનાવી દીધો.

આ બધાંની વચ્ચે Joeના Doodlingથી પ્રભાવિત થઈને ઈંગ્લેન્ડના Shrewsburyમાં આવેલી જાણીતી 'Number 4' રેસ્ટોરેન્ટે તેને જોબ ઓફર કરી. તે રેસ્ટોરેન્ટની આ ઓફરને ના ન પાડી શક્યો. રેસ્ટોરેન્ટની દિવાલો પર તેણે પોતાની Doodling કળા દેખાડી. રેસ્ટોરેન્ટમાં તે 12 કલાક સુધી કામ કરતો. સ્કૂલેથી આવ્યા પછી તે રેસ્ટોરેન્ટની દિવાલો પર તેની Doodling કરતો.

ત્યાર પછી તે ઈંગ્લેન્ડમાં ધ ડૂડલ બૉય નામથી જાણીતો બની ગયો. Joe હવે તેની વેબસાઈટ દ્વારા પોતાની કળા લોકો સુધી પહોંચાડે છે. તેની ધ ડૂડલ બૉયની દરેક નોટબુક તેની ચિત્રકારીથી ભરેલી હોય છે. તેનું Doodling તેના ટીચરો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરતા રહે છે. હવે તેણે એક પ્રોફેશનલ આર્ટિસ્ટ તરીકે કામ કરવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp