કોરોના વિરુદ્ધ ઈમ્યૂનિટી વધારવામાં આ બે વસ્તુઓ છે રામબાણ, ડૉ. ફાઉચીએ આપી સલાહ

PC: bbci.co.uk

અમેરિકાના પ્રમુખ સંક્રામક રોગ વિશેષજ્ઞ ડૉક્ટર એન્થની ફાઉચી કોરોના વાયરસ સંક્રમણ પર કંઈક ને કંઈક નવી જાણકારી આપતા રહે છે. ફાઉચીએ હવે શરીરના ઈમ્યૂન સિસ્ટમને લઈને કેટલીક નવી વાતો જણાવી છે. અમેરિકી અભિનેત્રી જેનિફર ગાર્નરે ઈન્સ્ટાગ્રામ પર ફાઉચીનો ઈન્ટરવ્યૂ લીધો. આ લાઈવ ઈન્ટરવ્યૂમાં ફાઉચીએ વિટામીન સપ્લીમેન્ટ્સની જરૂરિયાત વિશે જણાવ્યું. ડૉક્ટર ફાઉચીનું કહેવું છે કે, કેટલાક સપ્લીમેન્ટ્સ ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. ડૉક્ટર ફાઉચીએ કહ્યું, જો તમારામાં વિટામીન ડીની ઉણપ હોય તો તમને સંક્રમણ થવાનું જોખમ વધી જાય છે. હું લોકોને વિટામીન ડીના સપ્લીમેન્ટ્સ લેવાની સલાહ આપું છું, કારણ કે હું પોતે પણ તે લઉં છું. જોકે, શરીર માટે માત્ર એટલું જ પૂરતું નથી.

ડૉક્ટર ફાઉચીએ વધુ એક વિટામિન સપ્લીમેન્ટ લેવાની પણ સલાહ આપી છે. ફાઉચીએ કહ્યું, લોકો વિટામિન C પણ લે છે, કારણ કે તે એક સારું એન્ટીઓક્સિડન્ટ છે. આથી, લોકો વિટામિન C સપ્લીમેન્ટ લેતા હોય છે, તો તેમાં કોઈ વાંધો નથી. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું પાલક, એલ્ડરબેરી અથવા કોઈ અન્ય સપ્લીમેન્ટ્સ ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવાનું કામ કરે છે, તો તેના જવાબમાં ડૉક્ટર ફાઉચીએ કહ્યું, એ વાતના સ્પષ્ટ પ્રમાણ છે કે, વિટામિન ડી શ્વસન સંક્રમણ સાથે લડવામાં મદદ કરે છે.

વિટામિન ડી એક ઘુલશીલ વિટામિન છે, જે પ્રાકૃતિકરીતે કેટલાક ખાદ્ય પદાર્થોમાં પણ મળી આવે છે. નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડાઈટરી સપ્લીમેન્ટ્સ અનુસાર, ફેટી ફિશ, બીફ લીવર, ચીઝ અને ઈંડાની જર્દીમાં વિટામિન ડી મળી આવે છે. વિટામિન ડી શરીરમાં અલગ-અલગ કામ કરે છે, જેમ કે હાડકાંને મજબૂત બનાવવા, સોજોને ઓછો કરવો અને ઈમ્યૂન ફંક્શનમાં મદદ કરવી. ડૉક્ટર અદલજાનું કહેવું છે કે, આ જ કારણ છે કે સપ્લીમેન્ટના રૂપમાં વિટામિન ડી શરીર માટે ખૂબ જ જરૂરી છે. કેટલાક લોકોમાં તેની ઉણપ હોય છે.

મેડિકલ જર્નલ The BMJમાં છપાયેલા ડેટા અનુસાર, 11321 લોકોમાં જે લોકો દરરોજ અથવા અઠવાડિયામાં એકવાર વિટામિન ડીની સપ્લીમેન્ટ્સ લેતા હતા, તેમનામાં સપ્લીમેન્ટ ના લેનારાઓની સરખામણીમાં શ્વસન સંક્રમણ થવાની ફરિયાદ ઓછી જોવા મળી. જે લોકોમાં વિટામિન ડીની સૌથી વધુ ઉણપ હતી, તેમને સપ્લીમેન્ટનો સૌથી વધુ ફાયદો થયો.

તો બીજી તરફ વિટામિન સી પ્રાકૃતિકરીતે સંતરા, સ્ટ્રોબેરી, બ્રોકલી અને ટામેટા જેવા ખાદ્ય પદાર્થોમાં મળી આવે છે. વિટામિન સી એક એન્ટીઓક્સિડન્ટ છે, જે ઈમ્યૂન ફંક્શનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જે લોકોએ વિટામિન સીના સપ્લીમેન્ટ્સ લીધા તેમનામાં શરદી- ખાંસી થવા છતા સંક્રમણનું જોખમ ઓછું જોવા મળ્યું. એક્સરસાઈઝ કરનારાઓમાં વિટામિન સી સપ્લીમેન્ટનો ફાયદો વધુ હોય છે.

 
 
 
View this post on Instagram

Back-to-School/vaccine/sports/and more questions answered here. I love Dr. Fauci—and you will, too. 😷♥️ . @niaid @nihgov

A post shared by Jennifer Garner (@jennifer.garner) on

ઓહિયા ચિકિત્સા યુનિવર્સિટીમાં એક સંક્રામક રોગ ચિકિત્સક પ્રોફેસર રિચર્ડ વાટકિંસનું કહેવું છે કે, એ ના કહી શકાય કે દરેક વ્યક્તિએ તે સપ્લીમેન્ટ્સ લેવા જોઈએ. જોકે, ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવા માટે વિટામિન સી અને ડીના સપ્લીમેન્ટ્સ લઈ શકાય. એક સ્વસ્થ વયસ્ક વ્યક્તિએ દિવસમાં 15 mg વિટામિન ડી જ્યારે સ્વસ્થ મહિલાઓએ 75 mg વિટામિન સી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે પુરુષોએ એક દિવસમાં 90 mg વિટામિન સી લેવાનું લક્ષ્ય રાખવું જોઈએ. જોકે, કોઈપણ સપ્લીમેન્ટ લેતા પહેલા પોતાના ડૉક્ટર સાથે એક વાર ચર્ચા જરૂર કરી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp