કોરોના: અમદાવાદને વડોદરાએ પાછળ પાડયુ, એક IAS અધિકારીની મહેનત રંગ લાવી,જુઓ વિડીયો

(પ્રશાંત દયાળ).આપણે ત્યાં ચુંટાયેલા નેતાઓ કાયમ સત્તાના તૌરમાં ફરતા હોય છે. તેમને એમ હોય છે કે બધુ તંત્ર તેમના લીધે જ ચાલે છે.  પણ ખરેખર સત્તાના સાચો અને ખોટો ઉપયોગ તો સનદી અધિકારીઓ પાસે જ રહેતો હોય છે. કઇ ફાઇલ કેટલી આગળ વધશે અને કેટલી અટકી જશે, તે નક્કી કરવાનું કામ તો સનદી અધિકારીઓ જ કરતા હોય છે.

કોરાનાના સંકટમાં આપણા અનેક નેતાઓ વામણા સાબીત થઈ રહ્યા છે. જે નેતાઓ પાસે થોડીક વાસ્તવિક સમજ છે તેઓ જ તંત્રનો યોગ્ય ઉપયોગ કરી લોકોને મદદ કરી શકે તેવી સ્થિતિમાં છે. તેઓ પોતાને પૂરવાર પણ કરી રહ્યા છે. તેનું સચોટ ઉદાહરણ આપણને વડોદરામાં જોવા મળે છે જ્યાં ગરીબ દર્દીઓને મફત સારવાર તો મળે  જ છે ખાનગી હોસ્પિટલવાળા પણ રાહત દરે સારવાર કરવા તૈયાર થઇ ગયા છે. આવું અમદાવાદમાં કેમ ન થઇ શકે. 

કોરાનાના કહેરમાં ગુજરાતમાંથી સૌથી કપરી સ્થિતિ અમદાવાદની છે.અમદાવાદમાં જે કઈ સરકારી વ્યવસ્થા હતી તેમાં આપણે કઈ વધારો કરી શકયા નહીં. ખાનગી હોસ્પિટલને સરકારનો ડર લાગતો નથી. અમદાવાદની સ્થિતિને કાબુમાં લેવા માટે સરકારે અમદાવાદમાં આઈએએસ અધિકારીની ફૌજ ઉતારી દીધી છે પણ તેઓ શોભાના ગાંઠીયા સાબીત થઈ રહ્યા છે.

એક તરફ અમદાવાદમાં ટેસ્ટ થતાં અને જેઓ પોઝીટીવ છે,તેમના માટે સરકારી દવાખાનામાં જગ્યા નથી. ખાનગી દવાખાનાની ફિ તેમને પરવડતી નથી.રાજય સરકારે દરેક શહેરમાં પ્રભારી અધિકારી તરીકે આઈએએસ અધિકારી મુકયા છે. વડોદરા શહેરના પ્રભારી અધિકારી તરીકે શિક્ષણ સચિવ ડૉ વિનોદ રાવે જે પ્રયાસ કર્યો તે કાબીલે દાદ છે. ડૉ વિનોદ રાવ દ્વારા બે ખાનગી મેડીકલ કોલેજમાં ગરીબ દર્દીઓ માટે મા કાર્ડ હેઠળ મફત સારવારની વ્યવસ્થા કરી. બીજી તરફ વડોદરાની ખાનગી હોસ્પિટલ પાસે 75 ટકા ફિમાં ઘડાટો કરી એક હજાર દર્દીઓની વ્યવસ્થા ઉભી કરી. આમ દાનત હોય તો રસ્તા નિકળે છે.. જુઓ ડૉ વિનોદ રાવનો વિડીયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp