ઈ-સિગરેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક, કેન્સર સહિતની બીમારીઓનું બની શકે છે કારક

PC: guim.co.uk

સામાન્યરીતે ધૂમ્રપાનના વિકલ્પ તરીકે પીવાતી ઈ-સિગરેટ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. એક સંશોધન અનુસાર, ઈ-સિગરેટ પણ અસ્થમા સહિત એવી બીમારીઓનું કારક બની શકે છે, જેને કારણે ફેફસાને નુકસાન થાય છે. સંશોધનમાં અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ ઈ-સિગરેટના 75 લોકપ્રિય ઉત્પાદનોને સામેલ કર્યા. તેમાં એકવાર ઉપયોગમાં લેવાતા અને રીફિલ કરાતા ઉત્પાદનો સામેલ હતા. સંશોધનમાં 27 ટકા ઉત્પાદનોમાં એન્ડોટૉક્સિન મળી આવ્યું છે. તે એક માઈક્રોબિયલ એજન્ટ છે, જે ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયા પર મળી આવે છે. જ્યારે 81 ટકા ઉત્પાદનોમાં ગ્લૂકનના કણ મળી આવ્યા હતા. ગ્લૂકન મોટાભાગે ફંગસની કોશિકાઓની દીવાલ પર મળી આવે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ઈ-સિગરેટ ઉત્પાદનોમાં આ તત્વોની ઉપસ્થિતિ એ દર્શાવવા માટે પર્યાપ્ત છે કે, તેને કારણે અસ્થમા અને ફેફસાની અન્ય બીમારીઓ થઈ શકે છે.

સિગરેટની લત છોડાવવા માટે બજારમાં મળતી ઈ-સિગરેટ યુવાઓમાં ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ તે પણ ઓછી ખતરનાક નથી. તેમાં ઉપયોગમાં લેવાતા કેમિકલ જીવલેણ છે, તેના દુષ્પ્રભાવોથી પૉપકૉન લંગ્સ તેમજ લંગ્સ કેન્સર થવાનું જોખમ વધી રહ્યું છે.

શું હોય છે ઈ-સિગરેટ

ઈ-સિગરેટ એક પ્રકારની ઈલેક્ટ્રોનિક ઈન્હેલર છે, જેમાં નિકોટીન અને અન્ય કેમિકલયુક્ત લિક્વિડ ભરવામાં આવે છે. આ ઈન્હેલર બેટરીની ઊર્જાથી આ લિક્વિડને બાષ્પમાં કન્વર્ટ કરે છે, જેને કારણે તે પીનારાઓને સિગરેટ જેવો અહેસાસ થાય છે. પરંતુ ઈ-સિગરેટમાં જે લિક્વિડ ભરવામાં આવે છે કે ઘણીવાર નિકોટિન હોય છે અને ઘણીવાર તેના કરતા પણ વધુ ખતરનાક કેમિકલ ભરવામાં આવે છે. આમ, ઈ-સિગરેટ સ્વાસ્થ્ય માટે જરા પણ સુરક્ષિત નથી.

ઈ-સિગરેટના જોખમો

  • યુવાઓમાં ઈ-સિગરેટ ઝડપથી પોપ્યુલર થઈ રહી છે.
  • ઈ-સિગરેટને જરાપણ સુરક્ષિત માનવામાં નથી આવતી.
  • ઈ-સિગરેટમાં સામાન્ય સિગરેટની જેમ તંબાકુનો ઉપયોગ કરવામાં નથી આવતો.
  • નિકોટિન નશાકારક પદાર્થ છે, આથી પીનારાઓને તેની લત લાગી જાય છે.
  • ઈ-સિગરેટમાં વેપરને ગરમ કરવા માટે ક્વોઈલનો ઉપયોગ કરવામાં આવે છે. ક્વોઈલમાં નિકોટિન, ફાર્માલડિહાઈડ, ફેનાલે, ટિન, નિકલ, કોપર, લેડ, ક્રોમિયમ, આર્સેનિક તેમજ ડાઈ એસેટાઈલ મેટલ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp