જો તમે તમારા બાળકને એનર્જી ડ્રિંક આપતા હોવ તો અત્યારથી જ ચેતજો

PC: parentingteenagersacademy.com

જાડાપણું આજે આખી દુનિયાની સૌથી મોટી સમસ્યા છે. ખાસકરીને બાળકોમાં આ સમસ્યા ઝડપથી વધી રહી છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, તેને માટે સૌથી મોટું કારણ સોફ્ટ ડ્રિંક્સ છે. બાળકોમાં જાડાપણાની સાથોસાથ અન્ય બીમારીઓનું પણ કારણ બની શકે છે આ સોફ્ટ ડ્રિંક્સ. બાળકો એને યુવાનોને કેફીનયુક્ત એનર્જી ડ્રિંક્સ બેચવા પર બેન મૂકવાની જરૂ છે, જેથી લોકોને જાડાપણું અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવી શકાય. કેફીન સંભવતઃ દુનિયાભરમાં સૌથી વધુ પ્રયોગાત્મક સાઈકોએક્ટિવ ડ્રગ છે, કારણ કે તે ધ્યાન અને જાગૃતતામાં વધારો કરી શારીરિક સક્રિયતાને વધારે છે.

કેફીન શારીરિક સક્રિયતાતો વધારે છે સાથે જ તે વ્યગ્રતા પણ વધારે છે અને ઊંઘમાં ખલેલ ઉત્પન્ન કરે છે. તેમજ તે બાળકોમાં વ્યવહાર સંબંધી સમસ્યાઓ સાથે સંકળાયેલ છે. હાલનાં સંશોધનોમાં જાણકારી મળી છે કે, તે વિકાસ કરી રહેલા મગજ પર ચિંતાજનક પ્રભાવ પાડે છે

અને મનોવૈજ્ઞાનિક તણાવથી જોખમભ્રયા વ્યવહારનો ખતરો ઊભો થઈ શકે છે, જેમાં ડ્રગનો પ્રયોગ અથવા અકેડેમિક પ્રદર્શન નબળું પડવું વગેરે સામેલ છે. આથી, બાળકો અને યુવાઓને કેફીનયુક્ત એનર્જી ડ્રિંક્સ વેચવા પર પ્રતિબંધ લગાડવો જોઈએ, જેથી જાડાપણું અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે સંકળાયેલી મહામારીને રોકી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp