સ્કૂલમાં જ ફાતિમાને દિલ દઇ બેઠી અદીલા, લેસ્બિયન કપલનું ફોટોશૂટ વાયરલ

PC: twitter.com

સોશિયલ મીડિયા પર એક લેસ્બિયન કપલ ફાતિમા નૂરા અને અદીલા નાસરીનનું ફોટોશૂટ વાયરલ થઇ રહ્યું છે. તેમણે હાલમાં જ એક વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હતું. તેમાં કપલ વેડિંગ ડ્રેસમાં નજરે પડ્યું હતું. ફોટોમાં તે બન્ને એક બીજાને ફૂલની માળા પહેરાવતા નજરે પડી રહ્યા છે. ફાતિમા અને અદિલાની સ્ટોરી ઘણા સંઘર્ષોથી પસાર થઇ ચૂકી છે. તે બન્નેને પોતાનો પ્રેમ મેળવવામાં ઘણી મુશ્કેલી પડી છે. ત્યાં સુધી કે તેમણે કોર્ટના પગથિયા પણ ચઢવા પડ્યા હતા. કપલ મૂળ રૂપે કેરળનું રહેવાસી છે. આદિલા, 12મા ધોરણાં ભણતી હતી એ દરમિયાન ફાતિમાની દિવાની થઇ ગઇ હતી. તે બન્ને ત્યારે સાઉદી અરબમાં ભણી રહી હતી.

ત્યાર બાદ તે બન્ને પાછા ઇન્ડિયા આવી ગયા હતા. અહીં બન્નેએ ડિગ્રીનું ભણતર પુરું કર્યું. કોવિડ દરમિયાન ફાતિમાના પેરેન્ટ્સ તેને પાછા પાછળ લઇ ગયા અને ત્યાં ફાતિમાને પોતાની તેમની લવ સ્ટોરી વિશે ખબર પડી ગઇ. બન્નેના પરિવારો આ સંબંધના વિરૂદ્ધ હતા. ત્યાર બાદ બન્નેને મેન્ટલી અને ફીઝીકલી ટોર્ચર કરવામાં આવ્યા. ત્યાં સુધી કે પરિવાર વાળાએ તેના માટે છોકરો શોધવાની શરૂઆત કરી દીધી.

પણ આટલી બધી મુશ્કેલી છતાં તેમના પ્રેમ પર બિલકુલ અસર ન પડી. કપલે નક્કી કર્યું કે, ભણતર ખતમ કર્યા બાદથી બન્ને સાથે રહેશે. બન્નેને ચેન્નાઇમાં જોબ પણ મળી ગઇ. પણ પરિવાર વાળા આ રિલેશનશિપને મંજૂરી આપવા માટે તૈયાર ન હતા.

 
 
 
View this post on Instagram

A post shared by Adhila Nasarin (@adhila_noora)

આખરે, 19મી મેના રોજ ફાતિમા અને આદિલા પોત પોતાના ઘરેથી ભાગી ગઇ અને LGBTQIA+ વેલફેર સેન્ટરમાં જઇને આશરો લીધો. ત્યાં તેમના પરિવાર વાળા પણ પહોંચ્યા અને ખૂબ હંગામો થયો ત્યાર બાદ બન્ને છોકરીઓને ત્યાંથી લઇ ગયા.

ત્યાર બાદ અદિલાએ પોતાના હક માટે કેરળ હાઇકોર્ટ પહોંચી ગઇ. કોર્ટે 31મી મે, 2022ના રોજ કપલને સાથે રહેવાની પરવાનગી આપી દીધી હતી. ત્યાર બાદથી જ બન્ને સાથે જ રહી રહ્યા છે. તે બન્ને ચેન્નાઇમાં રહે છે અને એક IT કંપનીમાં કામ કરે છે. કપલે હાલમાં જ એક ફોટોશૂટ પણ કરાવ્યું હતું. જે ઘણું વાયરલ થયું હતું. પોસ્ટ પર લોકો કપલને લગ્નની શુભકામનાઓ પણ આપી રહ્યા હતા.

પણ એક ઇન્ટર્વ્યુમાં કપલે કહ્યું કે, હજુ સુધી બન્નેએ લગ્ન નથી કર્યા. જોકે, સમય આવશે ત્યારે બન્ને લગ્ન કરી લેશે. સોશિયલ મીડિયા પર પણ આ કપલ ખુબ પોપ્યુલર છે. બન્નેના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 30 હજાર ફોલોઅર્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp